________________
(૩૮૪)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર. માનતા હે તે પાછા વળે અને હું હીનકુળમાં જન્મેલી બાય
ની પુત્રી છું માટે મહને આપ પરણે. અમરગુરૂએ પાછા વળી તે પ્રમાણે કર્યું પછી કેટલાક દિવસ ત્યાં રહી તેણે બાલપંડિતાને કહે કે હારા પિતાને કહે કે આપણને અહીંથી જલદી વિદાય કરે. તે બેલી, હે સુભગ ! ઉતાવળ કરવાનું શું કારણ છે? પછી અમરગુરૂએ તેની આગળ રાજાનો પ્રશ્ન કહી સંભળાવ્યો. બાલ પંડિતા બોલી, આ પ્રશ્નને ઉત્તર મ્હારે જ કરવાનું છે. કારણ કે, તે મચ્છના હસવાનું કારણે હું સમજી ગઈ છું. તે સાંભળી અમરગુરૂ નિશ્ચિત થયા અને બ્રાહ્મણની આજ્ઞા લઈ પિતાની સ્ત્રી સહિત નિર્ભય ચિત્તે પિતાને ઘેર ગયે. બાદ માસને અવધિ પૂર્ણ થવાથી રાજાએ અમરગુરૂને
- બોલાવવા માટે પિતાને અનુચર મોકલ્યા. પ્રશ્નને ઉત્તર અમરગુરૂની સ્ત્રીએ તેને જવાબ આપે કે,
માર્ગના શ્રમને લીધે હજુ તે સુઈ રહ્યા છે. પરંતુ રાજાના પ્રશ્નને ઉત્તર ત્યાં આવીને હું આપીશ. અનુચર બોલ્યા, હું ત્યાં જઈ રાજાને આ વાત જણાવીને ફરીથી તેમની રજા લઈ અહીં પાછા આવું છું. એમ કહી તે સુભટ રાજાની પાસે ગયે, અને સર્વ હકીકત જણાવી. તેથી રાજાને બહુ આશ્ચર્ય થયું. અહીં સ્ત્રીઓની પણ આવી બુદ્ધિ હોય છે. જેથી આ અશકય પ્રશ્નને જવાબ આપશે. માટે એને જેવી તે ખરી? રાજાએ હુકમ કર્યો. જલદી તે સ્ત્રીને અહીં બેલા. સેવક પણ તરત જ તે બાલપંડિતાને બેલાવી રાજાની પાસે લાવ્યું. રાજાએ મચ્છના હસવાનું કારણ પૂછયું. બાલપંડિતા બોલી, હે રાજની કૃપા કરી આપ સહુને એકાંત આપ જેથી આપના પ્રશ્નને ઉત્તર હું આપું. રાજાએ તરત જ ભ્રકુટીને ઈસારો કરીલેકેને વિદાય કર્યા. એટલે તે બેલી, હેનરેશ્વર? જ્યારે તમે હરતીની સ્વારી કરી બહાર