________________
સેમીનીયા.
(૩૬૯) કરતી એકલી ધનથીને જોઈ તેનાં માતામાબાપને શેક. પિતા એકદમ હર્ષ અને શેકમાં પડી ગયાં
અને વિચાર કરવા લાગ્યાં કે, આ પુત્રી ઉદ્વિગ્ન મનવાળી કેમ દેખાય છે? વળી નિસ્તેજ મુખાકૃતિને ધારણ કરતી આપણું પુત્રી સાસરેથી અત્યારે એકદમ શા માટે આવી? એમ બોલતાં તે બન્ને જણ હેને મળ્યાં એટલે બહુ ક્રોધથી ભરાઈ ગયેલા હદયે તે રૂદન કરવા લાગી. પછી તેના માતાપિતાએ આસ્વાસન આપી પૂછયું, ત્યારે ધનશ્રીએ પોતાનું યથાર્થ સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. તે સાંભળી અને જણ બહુ દુખી થઈ ગયાં અને ચિંતવવા લાગ્યાં. શું એને પતિ સંસારથી વિરક્ત થયો હશે ? કિંવા આ પુત્રીએ ઉભય કુળમાં કલંક લગાડયું હશે? કિંવા દેવની પ્રતિકૂલતા થઈ? કિવા અંતરાય કર્મ પ્રગટ થયું ? કિંવા એની સપત્નિએ એના પતિને ભાવ ઉતારી નાખે? કે એના પુણયને પ્રભાવ આવી રહો એમ કેટલાક વિતર્ક કરી પુત્રીના દુખનું કારણ જાણવા માટે તેના પિતાએ રાત્રીએ કુલદેવીની પૂજા કરી અને દેવીનું ધ્યાન કરી તેની આગળ પૃથ્વી ઉપર સુઈ ગયો. કુલદેવી પરેઢના ભાગમાં પ્રત્યક્ષ થઈ બોલી, હે શ્રેષ્ઠી ! આ બાબતમાં ધનશ્રીને કોઈપણ દેષ નથી. વળી નવીનચંદ્રની કલા સમાન શુદ્ધ ગણેથી વિભૂષિત એવી આ ધનશ્રી મહાસતી છે. પરંતુ એની શૉકના કહેવાથી એક પ્રવ્રાજકાએ કપટ કરી ધનશ્રીનું જુઠું કલંક રસ્તામાં જતા વિમલ શ્રેષ્ઠીને સંભળાવ્યું. તેથી તે પોતાના હદયમાં શંકિત થઈ કુળ કલંકના ભયને લીધે તેણે ધનશ્રીને અહીં મકલી છે. માટે તમે ખેદ કરશે નહીં. કેટલાક દિવસ ગયા પછી વિમલ તેિજ અહીં આવીને ધનશ્રીને લઈ જશે. એમ કહી કુલ