________________
(૩૬૬)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. ડાહ્યાં ! હવે દરેક ઘરનાં કાર્ય તમેજ કરે. હું તે ઘરમાં દાસી છું, માટે કઈ પર્વના દિવસે પણ મને કંઈ બતાવશે નહીં. એમ હમેશાં ધનશ્રી ઉપર તે દ્વેષ કરવા લાગી. આ વાત વિમલના જાણવામાં આવી તેથી તેણે પણ શ્રીપ્રભાને બહુ વારી પરંતુ તે દ્વેષભાવ છેડતી નથી. પછી વિમલ શ્રેષ્ઠીએ બહુ કલેશને લીધે શ્રીપ્રભાને જુદા ઘરમાં રાખી તે પણ તે નિરંતર ઈષ્યમાંજ રમ્યા કરે છે. કદાચિત્ અને સ્ત્રીઓ લડતી હોય અને તે સમયે વિમલશ્રેષ્ઠી આવે છે તે પણ ધનશ્રીને વારે છે.' અન્યદા શ્રીપ્રભાને ત્યાં એક પરિવ્રાજકા આવી. શ્રીપ્રભાએ
, પુષ્પ અને વસ્ત્રાદિકથી તેની પૂજા કરી. એકપરિવ્રાજકા. પરિવ્રાજકા બહુ ખુશી થઈને બેલી,
પુત્રી ! દુસાધ્ય એવું કઈ પણ કાર્ય હારી ઈચ્છા પ્રમાણે બતાવ. હવે કાંઈપણ ચિંતા હારે કરવી નહીં. સ્તંભન, મોહન, ઉચ્ચાટન અને મારણ વિગેરે સર્વે ઉપાય હારા હાથમાં છે. શ્રીપ્રભા બેલી, ભુવનેશ્વરી ! આ જગતમાં હારા વિના ગરીબ જનેનું પાલન કરનાર તથા કાળને પણ છેતરનાર બીજું કોઈપણ સમર્થ નથી. માટે મહારી ઉપર દયા કરી હારી શોકનું દુ:ખ નિવૃત્ત કરે. પરિવ્રાજક બેલી, વત્સ ! હારૂં કાર્ય જરૂર હું સિદ્ધ કરીશ. પરંતુ સહાય વિના કંઈપણ સિદ્ધ થતું નથી. માટે કેટલુંક દ્રવ્ય જોઈએ તે હારે આપવું પડશે. શ્રીપ્રભાએ જોઈએ તેટલું દ્રવ્ય પણ તેને આપ્યું અને કહ્યું કે, હારૂં કામ સિદ્ધ થવાથી તહારે પૂજનાદિક સત્કાર કરીશ. પછી પરિવ્રાજકા ત્યાંથી નીકળી વેશ્યાને ત્યાં જઈ તેની સાથે પ્રસ્તુત કાર્યને વિચાર કરતી હતી તેવામાં ત્યાં આગળ થઈ વિમલ શ્રેણી જતું હતું. હવે તે વિમલ સાંભળે તેવી રીતે વેશ્યા પરિત્રાજિકાને પૂછવા લાગી કે, તમે કયાં જાઓ