________________
(૩૪૬)
વાસુપાર્શ્વનાથચરિત્ર આવીને બેઠા.. પછી સંક બોલ્યા, હે મહા મુનિનું ચરિત્ર. પુરૂષ! આપને જન્મ મહોત્સવ ક્યા નગ
રમાં થયો છે? અને હાલમાં પિતાના ચરણવડે કયું નગર પવિત્ર કરવા ધારે છે? સિદ્ધ પુરૂષે કહ્યું, મહાભાગ! ઉત્તરદિશારૂપી સ્ત્રીના ભાલસથલમાં તિલક સમાન કનકપુર નામે નગર છે. તેમાં હું જપે છું, હાલમાં સમેતગિરિની યાત્રા માટે જવું છે, અને આયુષ પૂર્ણ થવાથી ત્યાંજ હારે કાળ કરવાને છે. માટે હાલ તું ત્યારે ઘેર ચાલ્યા જા. ત્યારબાદ રાજાની આજ્ઞા લઈ હાર બતાવેલા નિધાન હારે કાઢી લેવા અને પ્રણતજનેનાં મનવાંછિતસુખ પૂર્ણ કરવાં. વળી તારા નિધાનોનું વૃત્તાંત રાજા જાણશે પરંતુ હારા મંત્રના પ્રભાવથી ત્યારે કેઈને પણ ભય રાખ નહીં. અને હારી ઈચ્છા પ્રમાણે વૈભવવડે વિલાસ કરવા, એમ કહી સિદ્ધપુરૂષ ચાલતો થયો. પી સદ્ધ પણ પાછો વળીને સંધ્યા સમયે પિતાને ઘેર આવ્યું. એટલે તેની સ્ત્રી બોલી, સ્વામિન ! અપશકુન થયા કે શું? પાછા કેમ આવ્યા? સલ્ફ બેલ્યો, પ્રિયે! શકુન બહુ સારાં થયા છે. પ્રભાતમાં તેનું સ્પષ્ટ ફલ જણાશે. પરંતુ હાલ જીનપૂજા માટે સામગ્રી તૈયાર કર. સ્ત્રીએ પણ તેજ પ્રમાણે પૂજા સામગ્રી એકઠી કરી. સદ્ધ શ્રેણી ભાવપૂર્વક જીન પ્રતિમાની પૂજા કરી સુઈ ગયે. પ્રાત:કાલમાં જીને વંદન કરી કંઈપણ ભેટ લઈ તે રાજા પાસે ગયો અને ભેટ મૂકી નમસ્કાર કરી નિધાન સંબંધી સર્વ વાર્તા રાજાને જણાવી એટલે રાજાએ પણ દ્રવ્ય લાવવાની પરવાનગી આપી, પછી તે પિતાના ઘેર આવી ખોદવાનાં સાધનો લઈ નિધાન સ્થાનમાં ગયે. અને યુતિપૂર્વક ચારે કલશ કાઢી લઈ પોતાના ઘેર ચાલે આવ્યું.
નિધાનની વાત સાંભળી નગરલેકે મંગલિક માટે અક્ષત