________________
(૨૩૦).
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. બે, માર્ગ સંબંધી કેઈપણ હકીકત સ્વારા જાણવામાં નથી. ફરીથી પથિકે પૂછયું હે શેઠ! તમે કયે ગામ જાઓ છે? વિમલ બે, જ્યાં કરીયાણું મેંઘા ભાવે વેચાશે ત્યાં અમારે જવું છે. વળી ફરીથી પથિક બેલ્યો, શેઠજી! આપ કયા નગરમાં રહો છો? મહેરબાની કરી આપના નગરનું નામ તે કહે. પછી વિમલ બેલે, રાજધાનીમાં હારૂં નગર નથી. પથિક બે, પણ આપની સાથે આવીશ. ત્યારે વિમલ બે, એમાં અમે શું કહીએ ? જેવી તહારી ઈચ્છા. તે સાંભળી પથિક પણ તેની સાથે ચાલતે થયે. આગળ ચાલતાં એક નગર આવ્યું. તે નગરની બહાર એક ઉદ્યાનમાં તેઓએ મુકામ કર્યો. અને રસોઈ માટે અગ્નિ સળગાવ્યું, એટલામાં કેટલાક
કરોએ પાણી વિગેરે સામગ્રી પણ તૈયાર કરી. ત્યારબાદ પથિકે રસોઈ માટે વિમલનો પાસે જઈ અગ્નિ માગે. એટલે વિમલે કહ્યું ભાઈ ! તાહે અહીં જમજે પરંતુ અમે કોઈને દેવતા આપતા નથી, કારણકે અગ્નિ વિગેરેના દાનને શાસ્ત્રમાં નિષેધ કર્યો છે. જેમકે- '
न ग्राह्याणि न देयानि, पञ्च द्रव्याणि पण्डितैः । - अग्निर्विषं तथा शस्त्रं, मद्यं मांसं च पञ्चमम् ॥
અર્થ—અગ્નિ, વિષ, શસ્ત્ર, મરી અને માંસ એ પાંચ વસ્તુઓ પંડિત પુરૂષાએ લેવી નહીં તેમજ આપવી પણ નહીં.” આ પ્રમાણે વિમલનું વચન સાંભળી કોધિની માફક તે બોલવા લાગ્યો રે ધૃષ્ટ ! ખોટા ધર્મને આડંબર કરનાર, હે મૂઢ! હારી આગળ આ પ્રમાણે અસત્ય બોલતાં તું લજવાતો નથી ? વળી આવી રીતે બોલતાં હને કંઈપણ વિચાર નથી આવતે? એમ કહી તેણે પિતાનું શરીર એટલું બધું વધાર્યું કે તેના ભયને લીધે આકાશ પણ ઉંચું ગયું હોય તેમ જણાવા લાગ્યું અને તેવા