________________
શંખકુમારની કથા. .
(૩૩૫) રાજા બે, હે વત્સ હારી દષ્ટિના પ્રભાવથી હું નિગી થયે છું. નહીં તે મુનિ ધર્મ રહિત એમને એમજ હું મરણવશ થઈ જાત. હવે હારી સહાયતા વડે હું હારૂં ધર્મકાર્ય સાધું. આ રાજ્યભારથી મને મુક્ત કર, જેથી હું ઉદારચિત્તે સદ્ગુરૂની પાસે સંયમત્રત ગ્રહણ કરૂં. અને તું હવે આ રાજ્યભારને ધારણ કર. કુમાર કંઇપણ પ્રત્યુત્તર આપવાને વિચાર કરતો હતો તેટલામાં રાજાએ કુમારના બે હાથ પકડી સિંહાસન ઉપર બેસારી દીધો. અને બહુ નમ્ર એવા સામેતાદિક કોને કહ્યું કે, આ શંખરાજાને નમસ્કાર કરે. કારણકે હવે તહારે સ્વામી આ શંખરાજા છે. તેઓએ પણ તે પ્રમાણે રાજાની આજ્ઞા મસ્તકે ચઢાવી. ત્યારબાદ હસ્તીઓના મંડલે ઉપર સિંહની માફક ઘરરૂપી ગુફામાંથી હેટી રૂદ્ધિ સાથે વિક્રમરાજા બહાર નીકળે. અને કેશાબવન નામે ઉદ્યાનમાં શ્રી વિજયસૂરિ પાસે જઈ વિધિ સહિત દીક્ષા લીધી. ત્યારબાદ બન્ને પ્રકારની શિક્ષા ગ્રહણ કરી વૈર્યશીલ એવા તે વિકમ મુનિ ગુરૂ સેવામાં તત્પર થયા. શ્રી શંખરાજા પણ પિતા નિમિત્તે અષ્ટાલિકાદિક ધર્મ કાર્ય
સમાપ્ત કરી વિધિપૂર્વક શ્રાવક ધર્મમાં શંખરાજાને દૂઢ થયે. અને લેકિમાં પિતાને પ્રતાપ ફેલા- પ્રભાવ, વતે પ્રયતપૂર્વક પ્રજા પાલન કરે છે. તે
વામાં કે એક દિવસ રાજદ્વારમાં મોટા વ્યાધિઓથી પીડાતા અનેક પ્રાણીઓને કરૂણામય ભારે કલકલાટ સાંભળી શંખરાજાએ પ્રતીહારને પુછયું કે, આ બૂમરાણ શાની છે? પ્રતીહારે તપાસ કરી કહ્યું કે, હે દેવ? દુરંત પાપોથી પીડાએલા અંગવાળા વરિત, કુછી, ક્ષય, ઉધરસ અને લેમ્પ રેગી એમ અનેક રેગવાળા દેશાંતરમાંથી આવેલા રેગીએ દ્વારમાં બેઠેલા છે, તેઓને આ ઇવનિ સંભળાય છે. વળી આપ