________________
વિધ્યનીકથા
(૩૪૧) એકાંતમાં કહેવા. તે સાંભળી ચંડસિંહ દ્રવિડ દેશમાં રાજાની પાસે ગયો. હવે આ બન્ને જણ એકાંતમાં આ વાત કરતા હતા તેવામાં
- ત્યાં કોઈક માણસ આવ્યા હશે, તેણે આ વિધ્યને શિક્ષા. વાત સાંભળી. તેથી તેણે પોતાના રાજાને
વિધ્યની સર્વ વાત કહી. રાજાએ તરતજ હુકમ કર્યો કે, વિશ્ચ શેઠના પુત્રને બાંધીને અહીં લાવે. કારણકે તે દુષ્ટ મહાપાપી છે. અને મહારા વૈરીના મંત્રી સાથે તેને મેળાપ છે, તેમજ તેની સાથે આપ તેને વ્યવહાર પણ કરે છે. માટે તે સારું નહીં. કેઈ વખત તેમાંથી અનર્થ ઉત્પન્ન થાય. તેથી એવા અધમીને ખાસ નિગ્રહ કર જોઈએ. પ્રધાને તરતજ આરક્ષકને આજ્ઞા કરી. આરક્ષક પાયદળ સાથે તેને ત્યાં જઈ વિધ્યને પકડી બાંધીને રાજાની આગળ લાવી ઉભું કર્યો. આ વાત વિંધ્ય શેઠના જાણવામાં આવી કે તરત જ તે પણ રાજા પાસે ગયા. પિતાના સ્વજન વર્ગની પ્રેરણાથી શ્રેષ્ઠીએ પ્રાર્થના કરી કહ્યું કે, દેવ ! મહારા પુત્રે આપને શો અપરાધ કર્યો છે? જેથી એને ચોરની માફક બાંધીને અહીં લાવ્યા? રાજા છે, આ ત્યારે પુત્ર બહુ બદમાસ છે. તેથી હેને ફાંસીએ લટકાવવાને છે. કારણકે મારા શત્રુ સાથે તે મસલત કરે છે. શ્રેષ્ઠી બે , રાજાધિરાજ ! આપની ઈચ્છા પ્રમાણે દંડ લઈને એકવાર હેને મુક્ત કરે. નહીં તે મહારા સ્વજન વર્ગનો હુને અપવાદ લાગશે. આ પ્રમાણે લોકાપવાદ ટાળવા માટે શ્રેષ્ઠીના ઘણું આગ્રહથી રાજાએ પચાસ હજાર રૂપીઆ દંડ કરી વિધ્યને મહા કષ્ટ છેડી મૂક્યો. પછી શેઠ પોતાના પુત્રને ઘેર લઈ ગયા. પણ ગાઢ બંધનેની પીડાથી તેને દાહજવર આવી ગયે. શ્રેષ્ઠીએ જાણ્યું કે, જરૂર હવે આ જીવવાનો નથી. કારણકે એના લાખ રૂપીઆ પૂરા થઈ રહ્યાં