________________
માનવણિનીકથા.
(૨૯) ત્યાં જવાની કંઈ જરૂર નથી. બાદ રાજાએ આજ્ઞા આપી કે તરતજ યક્ષ ત્યાં ગયા અને તે રાજાને લઈ આવી નાગદત્તની આગળ ઉભે કર્યો. પછી નાગદત્તે પિતાની આજ્ઞા મનાવી હેને મુક્ત કર્યો. ત્યારબાદ નાગદત્ત રાજા ત્યાંથી પિતાના નગરમાં ગયે. બાદ વેગવતીના પુત્રને પિતાના રાજ્યમાં સ્થાપન કરી આયુષ પૂર્ણ કરી અંતે સમાધિ પૂર્વક મરણ પામ્યા અને તે આ લોકમાં ત્રીજે ભવે સિદ્ધિપદ પામશે. માટે હે ભવ્યાત્માઓ! આ પ્રમાણે સામાયિક વ્રતમાં ભાવ રાખવાથી નાગદત્ત રાજા આ લેકમાં પણ વિશેષ પુજનીય થયે. તેથી આ સામાયિક વ્રત અવશ્ય કરવું જોઈએ. વળી જેનું ચિત્ત સામાયિકમાં સ્થિર હોય છે, તે પુરૂષની સેવામાં દેવ અને દાનવ પણ હાજર રહે છે. તેમજ તે પ્રાણુ અલ્પ સમયમાં બહુપ્રાચીન કર્મોથી મુક્ત થાય છે.
॥ इतिसामायिकदृष्टान्ते नागदत्तकथानकं समाप्तम् ॥
मानवणिकनी कथा.
મનદુપ્રણિધાનાતિચાર. | સામાયિક વ્રત સંબંધી ઉપદેશ સાંભળીને દાનવિર્ય રાજાએ પ્રશ્ન કર્યો કે, હે મુમુક્ષુ જનવલભ! હે જગપતિ! હવે સામાયિકમાં પ્રથમ અતિચારનું સ્વરૂપ સાંભળવાની અમને બહુ જીજ્ઞાસા છે. માટે કૃપા કરી તે સંભળાવે. શ્રી સુપાર્શ્વ પ્રભુ બોલ્યા, મનુજીં! જે જન સામાયિક ગ્રહણ કરી મનમાં દુર્ગાન કરે છે તે પુરૂષ માનવણિકની માફક પ્રમત્ત થઈ પિતાની સદગતિનો રોલ કરનાર થાય છે.