________________
(૨૨)
શ્રીસુપા નાથચરિત્ર.
માનવણિક
હું એમ માનું છું કે, જેને જોવા માટે ઇન્દ્રે હજાર નેત્રા ધારણ કર્યા છે એવુ જગવિખ્યાત રત્નપુર નામે નગર છે. તેમાં ધનાઢ્ય ગંગદત્ત નામે શ્રેણી રહે છે. ગુણુમતી નામે તેની સ્ત્રી છે. માન નામે તેને એક પુત્ર છે. તે કલામાં કંઈક પ્રવીણ થઈ ઉદ્યાન વિગેરે સ્થળામાં સ્વેચ્છા પ્રમાણે હમેશાં ફરવા લાગ્યું. તેવામાં એક દિવસ દુર્લભ નામે પોતાના મિત્ર સાથે તે જીનમંદિરમાં ગયા. ત્યાં સૂરિ મહારાજની પાસે ભક્તિમાન એવા ઘણા લેાકેા એકાગ્ર મનથી સમ્યકત્વાદિક ગૃહી ધર્મ સાંભળતા હતા. તે જોઇ માનવણિક પણ સભાની એક બાજુએ ઉભા રહી ઉપદેશ સાંભળવા લાગ્યા. એવામાં એક શ્રાવકે તેને આળખ્યા, પછી તેણે પેાતાની પાસે ખેલાવી તેને કહ્યું કે મહીં બેસ, એમ કહી સૂરીંદ્રને કહ્યું કે આ ગંગદત્તના પુત્ર આપને વંદન કરે છે. સૂરિએ હેને વિશેષ મસર કરનારી દેશનાની શરૂઆત કરી. ભદ્રક ભાવથી માન પણ સાવધપણે સાંભળે છે.
>
અગ્રાધાર નામે બહુ સમૃદ્ધિવાળું એક નગર છે. તેમાં નિપુ ણ્યક નામે બહુ વ્યવસાયી એક કુલ ખાલક રહે છે. વળી તે એવા નિભોગી છે, કે જે કાઇ ઉદ્યોગ કરે છે તેમાંથી માત્ર તેને અનર્થ જ પ્રાપ્ત થાય છે. પરંતુ કાડી માત્ર પણ લાભ મળતા નથી. અન્યદા તેની દુર્દશા જોઇ એક કુટું ખીએ કહ્યું કે, ચામાસામાં મ્હારા એ મળદ લઇ તુ હળ ખેડ વાનું કામ કર. જેથી તું સુખી થઈશ. પરંતુ હુમ્મેશાં સ ંધ્યા સમય થાય ત્યારે મ્હને મળદ બતાવીને મ્હારા વાડાની અંદર હારે ખાંધી જવા, અને પ્રભાતમાં લઇ જવા. નિપુણ્યકે પ તે પ્રમાણે કબુલ કર્યું. ત્યારપછી હમ્મેશાં હળ લઈ ખેતરમાં
શિક્ષાપયેાગી દેશના.