________________
(૩૧૮)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. કાગળ હાજર કર્યો. ત્યારબાદ રાજાએ સોનીને પૂછયું હારા કુમારને મારનાર આ માણસ છે? અને એનાં આભરણ પણ એણે હને આપેલાં છે? સોની બોલ્યા, હે રાજન ! હા એણે જ હને આપ્યાં છે એ વાત સત્ય છે. પછી રાણુઓ બ્રાહ્મણને જોઈ દુ:ખથી બહુ વિલાપ કરવા લાગી. રાજા પણ તેઓના વિલાપથી બહુ દુ:ખી થઈ ગયું. છેવટે પિતે ધર્ય રાખી રાણુઓને શાંત કરી ત્યારબાદ રાજાએ પંડિત બ્રાહાને બેલાવીને કહ્યું કે આ બ્રાહ્મણને કંઈક એગ્ય દંડ બતાવે. પંડિતે બોલ્યા, હે નરાધીશ! જે કે કુમારને ધાત કરનાર અને સેનાની ચોરી કરનાર આ બ્રાહાણમાં આભાસ માત્ર વિપ્રપણું દેખાય છે તે પણ તેને વધ કર ઉચિત છે, તે સાંભળી રાજાએ બ્રાહ્મણને વધ્યસ્થાને લઈ જવાની આજ્ઞા આપી. ત્યારબાદ બ્રાહ્મણના કંઠેમાં લાલ પુષ્પની માળા પહે
રાવી તેને ગધેડા ઉપર બેસાર્યો. અને બજાગારૂડિકને રમાં વાજીના મહાટા નાદ સાથે તેને પ્રત્યુપકાર, ફેરવવા કાઢયે તે વખતે તે બ્રાહ્મણ એક
ગાથા પિતાના મુખે બોલતું હતું કે – नश्यन्ति गुणशतान्यपि, पुरुषाणामगुणवत्सु पुरुषेषु । अअनगिरिशिखरेष्विव, निशासु चन्द्रांशवः पतिताः ।।
અર્થ “અંજનગિરિના શિખર ઉપર પડેલા ચંદ્રના કિરણની માફક ગુણ રહિત પુરૂષને વિષે સહુરૂના સેંકડોગુણે પણ વિનષ્ટ થાય છે.” હવે આવી અવસ્થામાં પડેલો તે બ્રાહ્મણ ગારૂડિકના જોવામાં આવ્યો. અહા ! આ બ્રાહ્મણ હારો પરમ ઉપકારી છે, માટે જરૂર હારે પ્રત્યુપકાર કરે જોઈએ. એમ જાણ સિદ્ધ વિવાવાળા તે ગારૂડિકે અકસ્માતું રાજકુમારીને સર્પ