________________
વિમલનીમ્યા.
(૨૯)
જેમણે ત્યાગ કર્યો છે, ત્રણ ગુપ્તિના રક્ષણ કરનાર, ઇંદ્રિયા જેમણે વશ કરી છે, મમત્વના જેમણે ત્યાગ કર્યાં છે, નિધિ પ્રમાણે વિહાર કરવાવાળા, મધ્યસ્થ વિગેરે વિશુદ્ધ ગુણેાના આધારભૂત, સત્ત્વશાલી અને ગીતા એવા જે ગુરૂએ હાય છે, તેઓને આ સંસારસાગર તરવામાં નાવ સમાન ઉપકારો કહ્યા છે. આ પ્રમાણે મુનીંદ્રનુ વચન સાંભળી દુષ્કર્મ દૂર થવાથી વિશુદ્ધ પરિણામને ધારણ કરતા એવા તેના હૃદયમાં દેવ, ગુરૂ અને ધરૂપી ત્રણ રત્ન સ્થિર થયાં,
ત્યારબાદ દુર એવા મુનિ ધર્મની ધુ ંસરી વહન કરવામાં અશક્ત હાવાથી તે અન્ને જણે સમ્યક્ત્વાદિ ધમસેવન. ખાર પ્રકારના શ્રાવક ધર્મના સ્વીકાર કર્યો. વિશેષ પ્રકારે ત્રિજા ગુણુવ્રતનું સ્વરૂપ તેઓના પૂછવાથી મુનિએ ચારે પ્રકારના ભેદ સહિત સભળાવ્યું. તે પ્રમાણે પોતે સમજીને ગુરૂને નમસ્કાર કરી અને ભાઇએ પેાતાને ઘેર ગયા. ત્યારબાદ આર્ત્ત ધ્યાન તથા મદ્યાદિ પાંચ પ્રકારના પ્રમાદ તેઓ સેવતા નથી. તેમજ શસ્ત્ર કેાઈને આપતા નથી. સાવદ્ય ઉપદેશ પણુ કાઇને આપતા નથી. તે બન્નેમાં વિમલના સ્વભાવ બહુ સરલ હતા અને સહદેવના સ્વભાવ ઘણેા ચંચલ હતા. તેમજ ક્રીડા કરવામાં તે બહુ લેાલુપ હાવાથી ધર્મમાં બહુ પ્રમાદી થયા.
એક દિવસ તે બન્ને ભાઈઓ ઉત્તમ કરીયાણું લઇ પૂર્વ દેશમાં વેપાર માટે નીકળ્યા. અર્થ માગે ચાલતાં એક પથિક મળ્યો. તેણે વિમલને પુછ્યું ભાઈ ! સિદ્ધો, કાંટાવિનાના, ઘાસ પાણી અને કાષ્ટ વિગેરે જ્યાં સુલભ ડાય તેવા માર્ગે અમને બતાવા. ધર્મકાર્ય માં દક્ષ એવા તે વિમલ
પથિકના
સમાગમ.