________________
(૨૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. અવસર જેઈ સૂરીશ્વરને તેણે એક પ્રશ્ન પૂછ્યું. હે ભગવન્! મહારા એક સંશયને દૂર કરવા તમે કૃપા કરે. ધર્મકાર્ય કરવાથી કોઈપણ પુરૂષ લક્ષમીથી ભ્રષ્ટ થાય ખરે! મુનિ બેલ્યા, લાભના અંતરાય થી તેમ પણ થાય છે. સિંહ , જે ધમ પુરૂષ પણ લમીહીન થાય તે કલેશના કારણભૂત એવા ધર્મને કરવાનું શું ફલ મુનીંદ્ર બોલ્યા, જે કે ધર્માતરાયના દોષથી લક્ષમીને નાશ થાય છે પરંતુ જે નિશ્ચયપૂર્વક ધર્મ કરે તે ફરીથી પણ ધર્મના પ્રભાવથી વિશેષ ધન પ્રાપ્ત થાય છે. તેમાં મુનિદાસ શ્રેષ્ઠીનું દષ્ટાંત સાવધાન થઈ તું સાંભળ. દેવકએ નિર્માણ કરેલા, અતિ ઉન્નત અને ઉત્તલ
વડે વિભૂષિત મથુરા નામનગરમાં મુનિદાસ મુનિદાસ શ્રેણી. નામે એક શ્રેણી હતું. જેના વૈભવનું પ્રમાણ
પણ અજ્ઞાત હતું, અર્થાત્ તેની પાસે દ્રવ્ય ઘણું હતું. તેમજ તેનું સમ્યકત્વ પણ બહુ વિશુદ્ધ હતું. કેટલેક સમય ગયા બાદ કઈ કર્મને લીધે અનુકમે તેને સર્વ વૈભવ નષ્ટ થયે. તેથી તે દરેક ઠેકાણે અપમાનને પાત્ર થઈ પડે. તેમજ રાજા, બંધુ, પુત્ર અને પોતાની સ્ત્રીને પણ તે અપ્રિય થઈ પડે! એટલું જ નહીં પરંતુ તેને કોઈ પ્રત્યુત્તર પણ આપતા નથી. તેને પણ તે શ્રેષ્ઠી પિતાને નિયમ ચુકતો નથી. વળી હમેશાં ત્રણે કાળમાં ઉત્તમ ભાવવડે પોતે બંધાવેલા મંદિરમાં જીતેંદ્ર ભગવાનની પૂજા કરે છે. તે જોઈ બહુ દુઃખી થતા તેના પુત્રે કહેવા લાગ્યા કે, હે પિતાજી! હવે પૂજા કરવી બંધ કરે તે બહુ સારું કારણકે તેટલો સમય તમે વેપારમાં રેકે તો ભેજન જેટલું દ્રવ્ય પેદા કરે. વળી અમે અન્ય ગૃહસ્થોને ત્યાં ચાકરી કરીને વસ્ત્રાદિક સર્વ ઉપાર્જન કરીશું, અને ભગવાનની પૂજાનું ફળ તે તહે અહીંયાજ જોયું, છતાં પણ હજુ એને છુટકે કરતા નથી, તમે આટલી અવસ્થા ગાળી તો પણ મૂઢને મૂઢ જેવા રહ્યા!