________________
મને રથની કથા.
(૧૭૭) પરંતુ માત્ર શાંતિથી સાધવા લાયક હતે. યુદ્ધમાં કેઈથી પણ તે જીતી શકાય તેવે નહોતે. છતાં પણ સુંદર નિરંતર પ્રયાણ કરવાથી ચતુરંગ સેના સહિત પિતાના દેશના સીમાડામાં ગયા અને વિચાર કરવા લાગે કે ચારે દિશાઓમાં સો જન સુધી ગમન કરવું એ મોં નિયમ લીધે છે. તે તેટલો નિયમ પુરે થઈ ગયા. હવે અહીંથી હારે શું કરવું ? એક તરફ પોતાનો નિયમ છે અને બીજી તરફ રાજાની આજ્ઞા છે. વાઘ અને નદીને ન્યાય અહીં હુને પ્રાપ્ત થયો. એમ વિચાર કરતાં તેના હૃદયમાં ફુરી આવ્યું કે ત્રણે દિશાઓમાંથી દશ દશ
જન લઈને આ ઉત્તર દિશામાં ઉમેરીને વ્રતની રક્ષા માટે અધિક સંખ્યા કરવી ઠીક છે. વળી અહીંથી શ્રી સમરવીર રાજાનું નગર પણ એકસે ત્રીસ જન છે. એમ નિશ્ચય કરી સુંદર ત્યાંથી ચાલ્યું. અનુક્રમે તેના નગરમાં ગયે. અને રાજાની આગળ જઈ બહુ ભેટ મૂકીને પ્રણામ કર્યા બાદ સુંદર બેલ્યો, હે રાજન! વિકમબલ ભૂપતિએ હુને આપની પાસે એક છે. અને તેમણે કહ્યું છે કે હે નરેંદ્ર! તન્હારા સીમાડામાં અમારા જે ગામે રહેલાં છે, તેઓ ઉપર તહાર ઠાકરે હાલમાં હુમલા કરે છે, છતાં તમે કેમ ઉપેક્ષા કરે છે ! વળી સમસ્ત ગુણોના આધાર ભૂત એવા હે નરેશ્વર ! પૂર્વ પુરૂષોની મર્યાદા પાળવી તે તમને ઉચિત છે. તેમજ વિકમબલ રાજા તય્યારી સાથે બહુ સ્નેહ ધરાવે છે. માટે તમ્હારા દુષ્ટ ઠાકરેનું આ અગ્ય વર્તન કહેવા માટે હુને મેક છે. નહીંતે હૈ રાજન ! જેની આજ્ઞા અનેક રાજાઓ માથે ચડાવે છે એવા અમારા સ્વામીની આગળ આ ઠાકરેની શી ગણત્રી? તે સાંભળી સમવીર રાજા બેલ્યો આ વાત મહાસ જાણવામાં નથી. નહીં