________________
( ૧૦૮ )
શ્રીસુપાર્શ્વ નાથચરિત્ર.
શું મ્હારા મિત્રના ગામ ઉપર હું ઉપદ્રવ કરવા દઉં ખરા ? હવે હું તે ઢાકારોના એટલા દંડ કરૂ છું કે એમને જે દેશ મહે આપેલા છે તે દેશ માજથી હું તમને આપું છું. હાલ તમે ક્ષમા કરી અને તેઓને જે દેશ હૈાય તે તમેજ જલદી કબજે કરા. વળી બીજી કંઈપણ મ્હારે લાયક કાય હાય ! કુમાવે, એમ કહી તેણે વિક્રમબલ રાજા માટે ભેટ આપી અને સુંદરના બહુ સત્કાર કરી વિદાય કર્યો. ત્યારબાદ સુંદર ત્યાંથી નીકળી અનુક્રમે પેાતાના અધિપતિ પાસે ગયા અને નમસ્કાર કરી સર્વ વૃત્તાંત તેમને નિવેદન કરી તે પાતાને ઘેર ગયા.
યશશ્ચંદ્ર.
યશશ્ર્વ' નામે શિવભદ્રના ચેાથા પુત્રને ચતુર્ગ સેનાહિત સિંધુ દેશના રાજા ઉપર માકલ્યા હતા. તે દેશમાં ગયા પછી તેને વિચાર થયા કે સદ્ગુરૂ પાસે મ્હેં જે દપિરમાણુ લીધુ છે, તેના મ્હેં ખીલકુલ વિચાર કર્યાં નહીં, અહા ! હું બહુ પ્રમાી થયા, રાજ્યલક્ષ્મીના મદમાં મ્હને કંઈપણ વિચાર આવ્યા નહીં, તેમજ સદ્દગુરૂના ઉપદેશ પણ હું ભૂલી ગયા. અહા ! મ્હે સર્વસ્વ ગુમાવ્યું. એમ તે પશ્ચાત્તાપ કરતા હતા તેવામાં હેરિક લાકા તેની પાસે આવી કહેવા લાગ્યા કે હાલમાં આ દેશના રાજા અહીંયાંથી નાસવાની તૈયારી કરે છે. માટે જો તમે જલદી પ્રયાણ કરી ત્યાં આવા તા ચિરકાળ ભાગવેલી તેની સસાંગ લક્ષ્મી આપને સ્વાધીન થાય. પછી તેજ વખતે યશશ્ચંદ્રે પ્રયાણ માટે નિશાન ડ ંકો વગડાવ્યેા. પેાતાની સાથે કેટલુંક અળવાન સૈન્ય લઇ રાત્રોના પ્રથમ પ્રહરે ત્યાંથી તે નીકળ્યે. અને બહુ દેશ ઉલ્લંધન કરી ત્યાં ગયા. સિંધુ દેશના રાજા પણ યશશ્ચંદ્ર ને આવતા જાણી જીવ લઈ ત્યાંથી નાશી ગયા. તેથી તેનું સર્વ સ્વધન તેણે પેાતાને સ્વાધીન કર્યું. ત્યારખાદ ત્યાં આગળ