________________
(૧૨)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર.. નાને પ્રારંભ કર્યો. મુનિ ધર્મ તથા ગૃહસ્થ ધર્મ વિસ્તારપૂર્વક કો, અને વિશેષમાં જણાવ્યું કે– देशादन्यस्मादपि, मध्यादपि जलनिधेर्दिशोऽप्यन्तात् । आनीयझटिति घटयति, विधिरभिमतमभिमुखीभूतः ।।
અ—“પિતાને અનુકૂલ થયેલે દેવ દેશાંતર, મધ્યસમુદ્ર, અને દિશાઓના અંત ભાગમાંથી પણ લાવીને ઈષ્ટ વસ્તુને જલદી સંગ કરાવે છે. વિગેરે દેશનાની સમાપ્તિમાં રણમલ્લ રાજાએ પુરંદરને જણાવ્યું કે આ હારી પુત્રી હારા પ્રાણથી પણ અધિક પ્રિય છે. તેથી પ્રીતિપૂર્વક તેની સંભાળ તહારે લેવી. ત્યારબાદ પુરંદર રાજા ગુણચંદ્રના કહેવાથી સમગ્ર સંબંધ જાણુને રણમને પિતાના નગરમાં લઈ ગયે. દેવતાઓનું જોડલું પણ કુમાર તથા તેની સ્ત્રીને ઉત્તમ રત્નાભૂષણો આપીને પોતાના સ્થાનમાં ગયું. મુનિએ પણ અન્યત્ર વિહાર કર્યો. , - પુરંદરે રણમલ્લ રાજાને કેટલાક દિવસ પિતાને ત્યાં રાખીને
સન્માન કરી વિદાય કર્યો. એટલે તે પોતાના કુમારને ઉપદેશ. નગરમાં આવી સધર્મનું પાલન કરતે હતે.
તેમજ બીજા ગુણવ્રતની રક્ષામાં તત્પર એ શ્રી વિશ્વસેન કુમાર સુગુરૂની ઉત્કૃષ્ટ આજ્ઞામાં આસક્ત થઈ વિષય ભેગમાં દિવસો નિર્ગમન કરેતે હતે, ગુણચંદ્ર અને સોમચંદ્ર કેટલોક સમય ગયા બાદ સુગુરૂના ઉપદેશથી શિથીલ થયા. અને બીજા ગુણ વ્રતમાં અતિચાર કરવા લાગ્યા. ગુણચંદ્ર ઉબતથા શીંગ શેકીને ખાવા લાગ્યું. તેમજ સોમચંદ્ર પણ કદાચિત અપકવને ઉપભોગ કરવા લાગ્યા. તે વાત જ્યારે વિશ્વસેનના જાણવામાં આવી ત્યારે તેણે મધુર વાણવડે કહ્યું કે હે મિત્રે ! આ પ્રમાણે ગુણવ્રત કલંકિત કરવું તે આપણને