________________
વિશ્વસેનનીથા.
( ૧૯૫ )
દેહ તથા જીવિત વિગેરે આપનું જ છે. હે પ્રાણપ્રિય ! ક્ષણ માત્રમાં વૈતાઢ્ય પર્વતમાં જઇ મ્હારા માતા પિતાને લઇ પાછી હું મહીં ખાવુ છું. ત્યાં સુધી આપ મ્હારી ઉપર કૃપા કરી મહીં રહેશે. તમે મ્હારા બહુ ઉપકારી છે, માટે મ્હારા દેહ પણ હું તમને અર્પણુ કરૂ છું. એમ કહી તે ત્યાંથી વિદાય થઈ.
હવે પ્રચ્છન્નરૂપ ધારણ કરીને તે સ્ત્રીની પાછળ ભ્રમણુ કરતા એક વિદ્યાધરે આ સર્વ વાર્તા સાંભળી
વિદ્યાધર
પ્રજ્ઞરૂપધારી અને તેનુ સવ ચરિત્ર જોયુ. વળી તે વિદ્યાધર તેની ઉપર અનુરક્ત થઈ છ માસથી તેની પાછળ ફરતા હતા અને વિધા સિદ્ધિની આકાંક્ષાથી આજ સુધી તેણે તેના સમાગમની વાટ જોઇ, પરંતુ હવે પેાતાના મનારથ નષ્ટ થવાથી તે વિદ્યાધર ક્રોધાચમાન થયા. તેથી તે હસ્તીનું સ્વરૂપ ધારણ કરી કુમારને ઉપાડી આકાશમાં ઉડી ગયા. તે જોઇ કુમારના સર્વ પરિવાર વિસ્મિત થયા, અને વિલાસવતીએ વિરહને લીધે વિલાપના શબ્દોથી પાકાર કર્યા. તેથી તીક્ષ્ણ શસ્ત્રો ધારણ કરી ગુણચંદ્ર વિગેરે તેની પાછળ દોડ્યા. રાજા પણ કાઇના કહેવાથી કુમારનું દુ:ખ જાણી ત્યાં આળ્યે, અને જોયુ તા મૂર્છાથી જેનાં નેત્ર મીચાઇ ગયાં છે એવી વિલાસવતીને પૃથ્વી પર પડેલી જોઇ. પછી પોતાના પુરૂ ષાને તેણે કહ્યુ કે, ગંધાદક લાવી જલદી એને છાંટા, તેમજ વીંજણેથી પવન નાખેા. તે પ્રમાણે શીતલ ઉપચાર કરવાથી વિલાસવતી સુચેતન થઈ, તેટલામાં ગુણુચંદ્રાદ્દિક સુભટ ત્યાં આવી રાજાની આગળ કહેવા લાગ્યા, હે દેવ ! કુમારને કાઈ. હસ્તી આકાશમાગે લઈ ગયા, તે જોઇ અમે તેની પાછળ દોડ્યા પણ અમારા કાંઇ ઉપાય ચાલ્યા નહીં. અમારાં ખાણુ