________________
દત્તશ્રેષ્ઠિની કથા.
(૨૧૧)
જેને ત્યાં આવી શિલવતી હેના હૈાય છે. એમ અનેક ભાવનાએથી આકર્ષાઇ તેઓએ પેાતાની સર્વે વસ્તુઓ વેચીને એક લાખ રૂપી મહાટે એકઠા કર્યો. પછી તે ભાઈએ સર્વ ધન લઈ તે નગરની નજીકમાં એક સરોવરનો પાળ ઉપર ગયા. તેવામાં માથા ઉપર ઉપાડેલા જલપાત્રના ભારથી નમી ગઇ છે ડાક જેની એવી પેાતાની વ્હેન માર્ગમાં જતી હતી. તે તેમના જોવામાં આવી કે તરત જ તેમણે ઓળખી, અને જલદી તેની પાસે જઇ હૅડું ઉતારી પૃથ્વી ઉપર નીચે મૂકયુ. પછી મસ્તક નમાવી તેઓ તેને નમ્યા. શેઠાણી પેાતાના ભાઈઓને જોઈ બહુ લજ્જા પામી નેત્રમાં અશ્રુધારા વહન કરતી તે ખેલી, તમે સર્વે સુખી છે ? અકસ્માત્ તમ્હારૂ અહીયાં આગમન ક્યાંથી થયું ? શું કોઈ પણ કારણને લીધે અહી આવવુ થયુ છે ? એમ સાંભળીને શાક સાગરમાં ડૂબેલા એવા તેઓ ખેલ્યા, અરે ! અમ્હારૂ કુશલપણું કાં રહ્યું ? કારણ કે અમારા જીવતાં છતાં અમારી હૅન દાસી થઇ પરઘેર પાણી ભરે છે. વળી મહા ખેદની વાત છે કે સુંદર નેત્રવાળી હું ગિની! ત્હારા તાખામાં હુજારા લેાકે કામ કરતા હતા. એવી તું આજે દાસીની માફ્ક તેઓના તેમજ બીજાઓને ત્યાં પાણી ભરે છે. રે દેવ ! મનુ ચિત કાર્ય માં તું બહુજ ઉદ્યુક્ત થયા છે. હવે હને શું કહેવું? જેણીનું મસ્તક પુષ્પના ભાર પણ સહન કરવાને અશક્ત હતું, તે હાલમાં પાણી ભરેલા ઘડાએ વહન કરે છે. હે દેવ ! ત્હારી રચના બહુ નિષ્ઠુર છે. તેમજ તુ સ્વેચ્છા પ્રમાણે વિલાસ કરે છે. વિગેરે બહુ વિલાપ કરતા તેઓએ પાતાની વ્હેનને મેનામાં એસારી પુરસ્કૃતને ઘેર લઈ ગયા. તેણે પણ લાખ રૂપી લઇ તેને મુક્ત કરી. ત્યાંથી તેને લઈ સ ખંધુએ શેઠને ત્યાં ગયા. શેઠને નમસ્કાર કરી પેાતાની હૅન તેને સોંપી. પછી શેઠને પણુ