________________
વિશ્વસેનની કથા.
(૨૧)
બુદ્ધિ રૂપી મંત્રી, આજ્ઞા રૂપી ચારક બંધન અને પુણ્યબંધ રૂપી સંપત્તિ છે. તેવામાં કોઈ દુષ્કર્મને લીધે વિલાસવતીના શરીરે મહોરેગ ઉત્પન્ન થયે. વૈદ્ય લેકેએ બીજેરાના ઉપચારવડે. વ્યાધિથી તેને વિમુક્ત કરી. તે પણ વિલાસવતી દરરેજના અભ્યાસને લીધે સચિત્ત વસ્તુને આહાર કરવા લાગી. રાજાએ બહુ સમજાવીને કહ્યું કે, સાચત્ત આહાર કરવાથી હારૂં બીજું ગુણવત દૂષિત થાય છે. વળી કારણ વિના અતિચાર સેવ તે યોગ્ય ગણાય નહીં. તે સાંભળી ગાઢ આસકિતને લીધે તેણીએ જવાબ આપે કે, જે હું મધની સાથે બીજેરાને પ્રેગ હાલમાં છેડી દઉં છું તે મહારા શરીરે રોગ બહુ પીડા કરે છે. રાજા બોલ્યા, હે પ્રિયે ! સચિત ઔષધાદિકથી હારૂં શરીર નીરોગી થયું છે એમ જાણી તું જે ઉત્તર આપે છે તે ઉચિત નથી. કારણકે પિતાના એક જીવિત માટે બહુ જીવ કેટીને જેઓ દુ:ખમાં નાખેછે તેઓને આત્મા શું સદા કાલ અમર રહેવાનું છે? તેમજ શાસ્ત્રમાં તે કહ્યું છે કે
कमयो भस्म विष्ठा वा, निष्ठा यस्येयमीदशी। स कायः परपीडाभिः, पोष्पतामिति को नयः १ ॥ ,
महता पुण्यपण्येन, क्रीतेयं कायनौस्त्वया । - ઘર સુકારોનું, વર ચાવમદ્યતે ||
અર્થ–“જે શરીરની સ્થિતિ કીડા, ભસ્મ કે વિષ્ટારૂપ થાય છે તે - શરીરને અનેક જીવને દુ:ખ આપી પોષવું તે સર્વથા અનુચિતજ ગણાય.” તેમજ હે જીવ! મહેટા પુણ્યરૂપી કિંમતવડે શરીરરૂપી નાકા હૈ ખરીદી છે તે જ્યાં સુધી તે ભાગી ન જાય તેટલામાં દુખ સાગરને પાર પામવા માટે તું જલદી તૈયાર થા. વળી હે મૃમાક્ષિ? સદ્દગુરૂના મુખ કમળમાંથી નીકળેલાં અને પોતે ગ્રહણ