________________
(૧૮૬)
મીસુપાશ્વનાથચરિત્ર, પિતાના પતિનું નામ સ્ત્રીએ ન બેલવું જોઈએ કારણ કે અન્યત્ર પણ કહ્યું છે કે –
आत्मनामगुरोर्नाम, नामाऽतिकृपणस्य च ।
श्रेयस्कामो न हीया-ज्येष्ठापत्यकलत्रयोः ॥ અર્થ-પિતાનું તથા ગુરૂનું, અતિકૂપણનું, મોટા પુત્રનું અને પિતાની સ્ત્રીનું નામ કલ્યાણની ઈચ્છાવાળાએ બોલવું નહીં. આ પ્રમાણે નિષેધ છે છતાં પણ પતિનું નામ બોલવામાં હારી જીભને અમૃત રસને સ્વાદ મળે છે. કારણ કે પુરૂષનું નામ બોલવાથી સર્વ દુઃખ દૂર થાય છે તેથી મોં નામેચ્ચાર કર્યો છે. વળી હે કુમાર ! ભેગપુર નગરના અધિપતિને પુત્ર વિશ્વસેન કુમાર મહાદાની તેમજ પ્રત્યુપકાર કરવામાં બહુ સમર્થ અને પિતાની પ્રતિજ્ઞા પાલવામાં મહાધીર છેવિગેરે અનેક ગુણ સંપન્ન તે કુમારનું વર્ણન જ્યારે હું પતનપુર નગરના ઉદ્યાનમાં જૈનમંદિરમાં દર્શન માટે ગઈ હતી ત્યારે મારી આગળ માગધલેકેએ કર્યું હતું. વળી બહુ પ્રેમથી મહું તેઓને તે સંબંધી પૂછયું પણ તેઓ કંઈપણ બેલ્યા નહીં. ત્યાર બાદ મહારા પિતાએ મહારા વર માટે નૈમિત્તિકને પૂછયું. ત્યારે તેણે પણ માગધીના કહા પ્રમાણે તેજ વર કહો. તેથી તે વિશ્વસેન કુમાર ઉપર હારો બહુજ પ્રેમ બંધાયેલ છે. ત્યાર પછી મહું હારી સખી પાસે તે નૈમિત્તિકને પૂછાવ્યું કે તે કુમારની સાથે કુમારીને મેળાપ જ્યારે અને ક્યાં થશે ? જવાબમાં તેણે જણાવ્યું કે આજથી સાતમે દિવસે મલયાચલ ઉપર તેની સાથે અચિંત્ય સમાગમનું સુખ તેને પ્રાપ્ત થશે. પરંતુ તે પર્વત અહીંથી બહાર છે અને દિવસ તે થોડા રહ્યા છે. એમ કહી તે આનંદપૂર્વક બે કે, હાલમાં હારે કોઈ કાર્યને લીધે જવાની ઉતાવળ છે. ક્ષણમાત્ર પણ