________________
માનદેવનીકથા.
( ૧૪૫) અમૃતકલશ શ્રેષ્ઠી પણ શુદ્ધ વિરતિરત્નના પ્રભાવથી સમા
ધિપૂર્વક દેહને ત્યાગ કરી સનસ્કુમાર અમૃતકલશશ્રેષ્ઠી. દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને
ત્રીજે ભવે મોક્ષપદ પામશે. માટે હે ભવ્ય પુરૂષ! ભલે થોડું પળાય તે થોડું પાળવું શ્રેષ્ઠ છે, પરંતુ વ્રતમાં અતિચાર સેવ એગ્ય નથી. તૃષ્ણથી શુષ્ક થયું છે શરીર જેમનું એવા છે મુમુક્ષુજને ! તમે સંતોષરૂપી રસાયણનું હમેશાં પાન કરે, જેથી જરા મરણને દૂર કરનાર નિવૃત્તિપદ પ્રાપ્ત થાય. જેઓ નિરંતર આનંદિત થઈને સંતોષરૂપી નંદનવનમાં કીડા કરે છે, તેઓને ધનવાન, ગુણવાન, ક્ષમાવાન, વિવેકી અને વ્રતધારી જાણવા. વળી જે પુરૂષને એક સ્ત્રી હોય તેને ચિંતા પણ થડી હોય છે. અને જ્યાં સ્ત્રીઓને વધારો હોય છે ત્યાં ચિંતાને પણ વધારો થાય છે. તેમજ પુત્રાદિક પ્રજા અને હાથી, ઘોડા, રથ, ઘર અને ધનાદિક વૈભવની વૃદ્ધિ થવાથી મનુષ્યના હૃદયમાં સંતાપની વૃદ્ધિ થાય છે. વળી પરિગ્રહથી વિમુક્ત થયેલા અને શાંતિસુખને અનુભવતા એવા સંતપુરૂષોને જે નિવૃત્તિસુખ મળે છે, તે નિવૃત્તિ સને તે તે મુનિવરેજ અનુભવે છે. અન્ય પ્રાણીએ શું જાણી શકે? તેમજ મનુષ્યને જેટલા અંશે લેભ હોય છે તેટલું જ દરિદ્રપણું જાણવું, સંતોષી પુરૂષ દરિદ્રતા ઉપર પગ મૂકી સુખે સુઈ રહે છે. વળી ધનાઢ્ય પુરૂષ પણ અતિ દરિદ્રીની માફક પિતાનાથી અધિક એવા એક બીજા ઉપર દ્રષ્ટિ ફેરવતે છતે બહુ દુઃખી થાય છે, તેમજ દરિદ્રી હોવા છતાં પણ સંતેષરૂપી રસાયણનું પાન કરવાથી ધનવાનની માફક આચરણ કરે છે.
इति पञ्चमव्रतपश्चमातिचारविपाके मानदेवदृष्टान्तः समाप्तः।। तत्समाप्तौ श्रीमल्लक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्धश्रीसुपार्श्वजिनच