________________
(૧૫૪)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
વાથી ધર્મની વૃદ્ધિ પણ બરોબર થઈ શકશે નહીં. કારણકે ગૃહસ્થાશ્રમીને દ્રવ્ય વડે તે સિદ્ધ થાય છે. પછી મને રથ બેલ્યો. ન્યાયમાર્ગે ચાલતાં ઉપહાસ શું ? વેપારી કેને તે અન્યની ચોરી કરવાથી ઉપહાસ થાય. વેપારમાં કઈ વખત લાભ અને કેઈ વખત નુકશાન પણ થાય છે તેમાં હરકત શી ? યુદ્ધમાં કેટલાક સુભટ નાશી જાય છે અને કેટલાક જય પણ મેળવે છે. વળી, એમતો ન જ કહેવાય કે વેપારમાં એક વખત મૂળ દ્રવ્યની હાનિ થાય એટલે ફરીથી વેપારનું કરે? વળી કહ્યું છે કે—કેસરીસિંહ બહુ વેલીઓથી છવાઈ ગયેલા ઘોર વનમાં પ્રવેશ કરી શકતા નથી, તેપણ તે મદેન્મત્ત હસ્તિઓના ગંડસ્થળેને ભેદી નાખે છે. વળી તું કહે છે કે આપણું માતાપિતા આ પ્રમાણે કરવાથી આપણને ફરીથી વેપાર નહીં કરવા દે. એ હારું માનવું અયોગ્ય છે કારણ કે એમ તેઓ કરશે તો પણ આપણને શી હરકત છે. તેમજ હારું માનવું એમ છે કે ધનવડે શ્રાવક લેકેને ધર્મની વૃદ્ધિ થાય છે તે પણ અયુક્ત છે. કારણ કે કોઈ પણ ધર્મને માટે શું અગ્ય પ્રવૃત્તિ કરવી તે એગ્ય ગણાય ખરી ? તેમજ અન્યત્ર પણ કહ્યું છે કે
अन्यायोपात्तवित्तेन, यो हितं हि समीहते । भक्षणात्कालकूटस्य, सोऽभिवाञ्छति जीवितम् ॥ અર્થ–“જે પુરૂષ અન્યાયથી મેળવેલા ધનવડે પોતાનું હિત છે છે, તે કાલકૂટ વિષનું પાન કરી જીવિતની ઈચ્છા કરે છે.” વિગેરે અનેક યુક્તિઓ વડે તેને નિરૂત્તર કર્યો તો પણ ફરીથી તે બોલ્યો બાંધવ, જે ત્યારે એમ કરવું હોય તો મહને હાર ભાગ જુદો આપી દે. ત્યારે મને રથ બે સર્વ ધન તું હારી પાસે લઈ જા. મહારે કંઈપણ જોઈતું નથી. કેટલાક દિવસ હું અહીં રહીને પછી માતા પિતા પાસે જઈશ. પરંતુ મનથી પણ હું મહારા