________________
( ૧૩૪ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
વસ્તુ
ઘરખરચ જેટલું ઘી, ખાંડ, ધાન્ય વિગેરે ચેાગ્ય ગ્રહણ કર. ઠીક છે જેવી આપની આજ્ઞા એમ કહી મત્રી પેાતાને ઘેર ગયા. ત્યારબાદ રાજાએ અધિકારીને હુકમ કર્યાં કે હજાર મુડા ધાન્યના અને હજાર ઘડા ઘીના મંત્રીને ત્યાં મેાકલાવા. એટલે તેઓએ પણ તે પ્રમાણે દાખસ્ત કરાવ્યા.
કાશલ મંત્રીએ પોતાના નાના ભાઇ દેશલને કહ્યુ કે આપણા નિયમથી વધારે ધન ભેગું થયું છે, માટે તેના હીસાબ કરી જે કઇક અધિક હાય તે સ` રાજમંદિરમાં પાછું આપી દો. દેશલે પણ તે વાત ધ્યાનમાં લઇ જે વસ્તુ અધિક હતી તે પોતાના પરિવારને આપી અને કહ્યું કે આ સર્વ વસ્તુઓ પોતપાતાના ઘરમાં રાખો. જ્યારે મ્હારી નિયમ પુરા થશે ત્યારે આ સર્વ પદાર્થો તમ્હારી પાસેથી લઇશ. સ્વજનાએ પણ તે પ્રમાણે કબુલ કર્યું. આ પ્રમાણે દેશલના પ્રપંચ કોશલના જાણવામાં આવ્યા. તેથી દેશલને મહુ ઠપકા આપી કહ્યું કે હું અંધુ ! આમ માગ્ય પ્રવૃત્તિ કરવાથી પાંચમા વ્રતમાં ત્રીજો અતીચાર તને લાગે છે. માટે હજુ પણ નિયમથી અધિક ધનના ઉપયાગ ધર્મસ્થાનમાં કર અને આ અતીચારથી છુટા થા. એમ બહુ સમજાવ્યા. છતાં પણ દેશલે માન્યું નહીં. ત્યારબાદ તે દેશલ કાળ કરી મલ્પ રૂદ્ધિવાળા વ્યંતર દેવ થયા, વળી પાંચસા મંત્રીઓના આધપતિ કેશલ મંત્રી પણ મરણુ સમયે દીક્ષા લઇ માહેદ્ર કલ્પમાં ઉત્પન્ન થયા. કંઇક અધિક સાતસાગરોપમ આયુષ પૂર્ણ કરી ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ મેાક્ષ સુખ પામશે. હું ભવ્ય પ્રાણીઓ ! આ પ્રમાણે નિષ્કલંક, વ્રત પાળવાથી કેાશલ મંત્રી સુખી થયા અને
દેશના
અત્યાચાર.