________________
સેનશ્રેણી કથા.
(૧૦૭) છે. જે પરોપકાર છદ્ર ભગવાનના વચન પ્રમાણે યથાથ કરવામાં આવે છે તે આત્માના હિતભાવે પરિણમે છે. એમાં સંશય નથી, જેઓ અન્યનું અનિષ્ટ કરવાથી પોતાનું હિત માને છે. તેઓને જીનવચનથી બાહ્ય જાણવા. અને તત્વથી પિતાનું હિત જાણતા નથી. માટે ધર્મ સિવાય આ દુનીયામાં કંઈપણ આત્મહિત છેજ નહિ. તેથી હે વ્યંતરાધિપ ! હવે ત્યારે હમેશાં ધર્મમાં ઉઘુક્ત થવું. વ્યંતર બે, હે મહાશય ! આપનું કહેવું સત્ય છે, આપના વચન પ્રમાણે હું વત્તીશ એમ. કહી તે અદશ્ય થયે. જ્યારે સૂર્યોદય થયે ત્યારે સેનશ્રેણીની સ્ત્રી નગરની અંદર
પિતાના સ્વામીની શોધ માટે ફરતી ફરતી સેનશિક્ષા વ્યંતરના ઘેર ગઈ તો વિશેષ અલંકારથી
" વિભૂષિત શેઠને ત્યાં બેઠેલા જોયા. અને કહેવા લાગી કે, હે પ્રિયતમ ! આપને શોધવામાં હું બહુ થાકી ગઈ. આ આભરણ અને આ સમૃદ્ધિ આપને કોણે આપી ? સેન બે, હે સુંદરી ! ધર્મના પ્રભાવથી આ સર્વ પ્રાપ્ત થયું છે. અન્ય કંઈપણું પૂછવું નહીં. એમ કહી ક્ષણમાત્ર પછી શેઠ જીનમંદિરમાં ગયા. ત્યાં ભક્તિપૂર્વક અનેક પ્રકારના પુષ્પ તથા નૈવેદ્યવડે પૂજા કરી વિસ્તાર પૂર્વક સંગીત કરાવ્યું. યાચકોને પણ દ્રવ્યદાનવડે સંતુષ્ટ કર્યો. પછી ગુરૂ મહારાજને વંદન કરી પોતાને ઘેર ગયા. અને સાધર્મિક અને સાથે ભેજન કર્યું. એમ કરતાં દિવસ વ્યતીત થયે. રાત્રી સમયે પ્રાર્થના કર્યા સિવાય પણ વ્યંતરે નેહવડે રાજાના ભંડારમાંથી દ્રવ્યના ભરેલા સેક્લશ ઉઠાવીને શેઠના ઘરમાં મૂક્યા અને કહ્યું કે બીલકુલ રાજતરફથી ભય રાખ્યા સિવાય ઈચ્છા પ્રમાણે તમે દાન આપે. આ દ્રવ્ય થઈ રહેશે એટલે બીજું લાવી આપીશ.