________________
દુર્ગશ્રેણિની કથા.
(૮૭) કરતે હતે. તેવામાં તેને કુમારપાલે જોયે. તેથી તેણે લાકડીના પ્રહારોથી ખુબ મારીને ચોરની માફક બાંધી કારાગૃહમાં પુરી દીધે. ત્યાં તે ચિંતવવા લાગ્યું કે, મહને ધિક્કાર છે, તને ભંગ કરવાથી પાપરૂપી વૃક્ષનું આ ફલ પ્રાપ્ત થયું. હવે જે એકવાર પણ આ દુખમાંથી છુટે થાઉં તે ફરીથી હું પરસ્ત્રી સેવનને ત્યાગ કરૂં. ત્યારબાદ તેના પિતાએ બહુધન આપી ધનશ્રેષિને છોડાવ્યું, અને પોતાને ઘેર લઈ ગયે. ત્યાં તે બીજે દિવસે મરીને નાગકુમારપણે ઉત્પન્ન થયા. ત્યાંથી નીકળી સંસારમાં કેટલાક સમય પરિભ્રમણ કરી તે સમ્યકત્વના પ્રભાવથી અવશ્ય મોક્ષગામી થશે. વળી ધનદેવ ત્રીજે ભવે મોક્ષસુખ પામશે. હે ભવ્ય પ્રાણીઓ! ઉપરેત રીતે નાના પ્રકારની કીડાથી યુક્ત પરસ્ત્રીઓ સાથે મૈથુન સેવતે માણસ ધનદત્ત શ્રેષ્ઠિની પેઠે આ ભવમાં પણ દુઃખી થાય છે, માટે વિવેકી પુરૂષેએ અવશ્ય કામક્રીડાનો ત્યાગ કરે. જે પુરૂષ કામ કીડાનો ત્યાગ કરી અત્યુત્તમ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરે છે તે મનુષ્ય થડા સમયમાં કર્મને ક્ષય કરી મોક્ષ સુખ મેળવે છે. इतिश्रीचतुर्थव्रते तृतीयातिचारे धनदत्तकथानकं समाप्तम् ॥
दुर्गश्रेष्ठीनी कथा.
ચતુર્થ પરવિવાહિતિચાર. દાનવિર્ય રાજા બોલ્યા હે જગપ્રભુ! હવે દષ્ટાંતસહિત ચોથા અતિચારનું સ્વરૂપ કહે. શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા, હે પૃથ્વી પતિ! જે કન્યાદાનના ફલ માટે પુણ્ય સમજી અન્યને વિવાહ કરે છે, તે પુરૂષ દુખ સાગરમાં ડુબે છે અને દુર્ગની પેઠે બહુ અનર્થ પામે છે.