________________
ધનશ્રેણિની કથા.
(૮૫) લઈ ગયે. રાજાએ મંત્રીને પૂછ્યું, આ સ્ત્રી કેણ છે? મંત્રી બે, હે રાજન ! આ તહારી સ્ત્રી છે અને મહારી પુત્રી થાય, વળી આ એને પુત્ર છે. આ પ્રમાણે મંત્રીનું વચન સાંભળી રાજા વિમિત થઈ ગયે. અને કંઈક બોલવાનો વિચાર કરતા હતા તેટલામાં મંત્રીએ તેના હાથમાં વહિકા (ચોપડે) આપી, તેમાં તેની સાથે એ અંતમાં જે કંઈ વાતચિત થઈ હતી તેમજ જે કંઈ કર્યું હતું તે સર્વ સવિસ્તર લખેલું વાંચી જોયું. પછી રાજાએ હર્ષ અને વિષાદ સાથે કુમારને હાથમાં લઈ આલિંગન કરી પિતાના ખોળામાં બેસાર્યો. અને ભુવનાનંદાને કહ્યું કે, પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવાથી તેમજ પુત્રના લાભથી હૈ મહને જીતી લીધો અને આ કાર્યથી હું બહુ સંતુષ્ટ થયો. માટે આ રાજ્ય હારૂં છે અને હારો પુત્ર આ દેશને અધિપતિ છે. વળી હે મૃગાક્ષી! હવે હું મહારૂં આત્મહિત કરવામાં તત્પર થાઉં છું. અરે ! આ હારૂં જીવિત હું શ્વાન સમાન સમજુ છું, મહારા' ભોગવિલાસને અને રાજ્યવૈભવને ધિક્કાર છે. મંત્રી બે, હે સ્વામિન્ ! ખેદ કરવાનું કંઈપણ કારણ નથી, આપને પ્રતાપ અને યશ સર્વત્ર વ્યાપી રહ્યો છે, પછી રાજાએ મંત્રીને હાથ પકડી કહ્યું કે, મહેં જે દીક્ષા લેવાને વિચાર કર્યો છે તે સંબંધી કેઈએ પણ મહને વિન કરવું નહીં. એમ કહી પિતાના પુત્રને રાજ્યસન ઉપર બેસાર્યો. તેનું નામ પણ તેજ સમયે અરિસિંહ એ પ્રમાણે સ્થાપન કર્યું. ત્યારબાદ હે દીક્ષા ગ્રહણ કરી છે અને તેજ હું પોતે છું. એ પ્રમાણે હારા વૈરાગ્યનું મુખ્ય કારણ તમને કહ્યું. અથવા સંસારમાં ભવ્ય પ્રાણિઓને સર્વ વસ્તુ વેરાચનું જ કારણ છે. માટે તહારે પણ જૈનધર્મમાં ઉઘુકત થવું
ગ્ય છે. જે મુનિધર્મ પાળવાને તમહારી શક્તિ ન હોય તે સમ્યકત્વાદિ ગૃહસ્થ ધર્મને સ્વીકાર કરો. તેઓ પણ મુનિના કહ્યા પ્રમાણે ગૃહીધર્મ અંગીકાર કરી પિતાને ઘેર ગયા.