________________
rec)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર અવંતી દેશમાં ઉજયિની નામે જગત વિખ્યાત નગરી છે.
- તેમાં કુલભૂષણ નામે શ્રેષ્ઠી હતું અને ભૂદુર્ગદષ્ટાંત. પણા નામે તેની સ્ત્રી હતી. વળી તેઓને
( દુર્ગ નામે એક પુત્ર હતું, તે યુવાન હતો છતાં પણ બાળકની માફક ચેષ્ટાવડે ઉન્મત્ત થઈ નગરની અંદર ભટકતે હતે. વળી દર્ભાગ્યને લીધે કેઈ પણ સ્ત્રી મનથી પણ તેને ઈચ્છતી નહોતી. જે તે નેહથી કઈ સ્ત્રીને બોલાવે તે તે તેને તિરસ્કાર કરતી હતી, એમ દુષ્કર્મને લીધે બહુ દુઃખી થઈ તેણે કઈક કાપાલિકને પૂછયું કે, તહારી પાસે વિશેષ સોભાગ્ય કરનારી કેઇ વિદ્યા છે ? કાપાલિક બેલે, હા, ત્રિપુરા નામે વિદ્યા છે. જેની વિધિપૂર્વક સાધના કરી હોય તે તે સ્મરણ માત્રથી પણ તત્કાળ સૌભાગ્ય પ્રગટ કરે છે. દુર્ગ છે, જે એમ હોય તે તે વિદ્યા આપવા, હુ મહેરબાની કરે ! આ પ્રમાણે દુર્ગનું વચન સાંભળી કાપાલિએ વિધિસહિત તેને વિદ્યા આપી. ત્યારબાદ ગુગળની ગોળીઓ સહિત એક લાખ કણવીરનાં
પુષ્પ લઈ ત્રિપુરાદેવીને સાધવા માટે દુર્ગ વિદ્યાસાધન, ઉદ્યાનમાં ગયે, તેવામાં ત્યાં રાજમંદિર
આગળ સભામાં બેઠેલા કેવળી ભગવાનના તેને દર્શન થયાં. દેવ, કિનર અને પુરૂષોની આગળ મોક્ષમાર્ગને ઉપદેશ આપતા ભગવાનને જોઈ તેણે વિચાર કર્યો કે જરૂર સૌભાગ્ય ગુણના નિધિ અને ત્રિપુરા વિગેરે વિદ્યાઓથી સિદ્ધ એવા કોઈ પણ આ સિદ્ધ મહાત્મા છે. કાપાલિકથી પણ એમની પાસે બહુ ચમત્કારી વિદ્યા હશે. માટે એમની પ્રાર્થના કરું તે કેઈ પણ જાતની વિદ્યા મહને આપશે. એ હેતુથી તેણે વંદન કર્યું, મુનિએ પણ ધર્મલાભ આપી શાંત કર્યો, જેથી તે નીચે બેઠે.