________________
(૮૦)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર પુત્ર લઈ ચાલ્યો જઈશ. ત્યારે તેની સ્ત્રી બોલી, પુત્ર તે મહાર છે હું તને નહીં આપું. એ પ્રમાણે તેઓને પરસ્પર પુત્ર માટે બહ વિવાદ થયે. છેવટ પોપટ બે, ચાલો આપણે રાજા પાસે જઈએ. રાજા જે ન્યાય આપે તે હારે કબુલ છે એ પ્રમાણે તેની સ્ત્રીએ પણ કબુલ કર્યું, જેથી બન્ને જણ રાજ મંદિરમાં ગયાં. વિનયપૂર્વક બન્નેએ પિતાનું વૃત્તાંત નિવેદન કર્યું. રાજાએ નીતિ વાક્યને વિચાર કરી કહ્યું, હું તમહારા વિવાદને જે ચુકાદે આપું તે તમે એકાગ્ર ચિત્તથી સાંભળે. પિતાને પુત્ર અને માતાની દીકરી ગણાય છે. અથવા પુત્રી પણ જે કેવળ પિતાના બીજથી થયેલી હોય તે તે પણ તાતની જ ગણાય. જેમકે ખેડુત લેક ક્ષેત્રમાં ધાન્ય વાવે છે તે સર્વ ધાન્ય તેઓનું ગણાય છે. માત્ર ને તે કર (વે) મળે છે. આ ન્યાય પ્રસિદ્ધ છે. ત્યારબાદ પોપટની સ્ત્રી બેલી, ભલે એમ હોય તો એમ કરો, પરંતુ “આજથી આરંભીને આવી નીતિ છે એ પ્રમાણે તમારા ચોપડાની અંદર વહિકાખંડમાં લેખ દાખલ કરે, રાજાએ પણ તે પ્રમાણે લેખ દાખલ કરાવ્યું. પોપટની સાથે તેની સ્ત્રી પિતાના સ્થાનમાં ગઈ. અને પોપટને પુત્ર હક આપી દીધો. તેવામાં ત્યાં આમ્રવૃક્ષની નીચે શ્રુતજ્ઞાની મુનિને જોયા. તેમને વંદન કરી પિપટની સ્ત્રીએ પિતાનું આયુષ્ય પૂછ્યું. મુનીંદ્ર બોલ્યા, આજથી ત્રીજે દિવસે હારૂં મરણ થશે. વળી તેં મનુષ્યભવનું આયુષ બાંધેલું છે તેથી તું મંત્રીને ત્યાં પુત્રીરૂપે ઉત્પન્ન થઈશ, અને અહીંયાના રાજાની સ્ત્રી થઈશ. એ પ્રમાણે મુનિવચન સાંભળી તે પોપટની સ્ત્રી જનમંદિરમાં દર્શન કરવા જઈ, ભગવાનને વંદન કરી મનમાં વિચાર કરવા લાગી કે કદાચિત ભ્રમણ કરતાં દેવગે મહને જાતિસ્મરણ થાય એટલા માટે મંદિરના ઉત્તર ભાગની ભીંત ઉપર એક પુરૂષ પાસે મુનિના કહ્યા પ્રમાણે અક્ષરે