________________
(૭૮)
શ્રીસુપાર્શ્વ નાચરિત્ર,
અમે અતીચારના દોષથી મુક્ત થઇ ચેથુ . વ્રત પાળી શકીએ. શ્રી સુપાર્શ્વ પ્રભુ ખેલ્યા, હે નરેદ્ર ! જે મનુષ્ય રાગાંધ થઇ કામ ક્રીડા માટે સ્ત્રીઓનાં સ્તન મુખાદિક અંગેા સેવે છે તે પુરૂષ ધનશ્રેણીની પેઠે અનેક દુ:ખ ભાગવે છે,
આ ભરતક્ષેત્રમાં ગજે ( એરાવત) થી વિભૂષિત અને અનેક વિષ્ણુધા ( દેવા ) થી વ્યાસ સાધર્મ સભા
ધનશ્રેષ્ઠી.
સમાન પ્રસિદ્ધિ પામેલું વિક્રમપુર નામે નગર છે. તેમાં વિક્રમરાજા રાજ્ય કરતા હતા. વળી તે નગરમાં સિદ્ધિતિલક નામે શેઠ છે, અને લક્ષ્મીનું કુલભવન એવી લક્ષ્મી નામે તેની સ્ત્રી હતી. તેઓને ધન અને ધનદેવનામે એ વિખ્યાત પુત્ર હતા. સર્વ કલાઓમાં કુશળ અને સુંદર રૂપવાળી કુલીન માલિકાએ સાથે તેનાં લગ્ન થયાં હતાં, વળી ધનકુમાર સ્વાભાવિક કામી હતા અને ધનદેવ ધર્મમાં બહુ રાગી હતા. એક દિવસ તે બન્નેને હાલિકા પર્વના સમયે કોઇક સામાન્ય માણસ પેાતાના નગરના સમીપ રહેલા ક્ષેત્રમાં લઈ ગયા. ત્યાંથી પૂર્વ દિશામાં એક આમ્રવન હતું. તેમાં ચાર જ્ઞાનના ધારક, ત્રણ ગુસિએના પાલક અને મૂર્તિમાન કામ સમાન આકૃતિને ધારણ કરતા એવા એક મુનીંદ્ર જોયા. જેથી તેઓએ કૌટુબિકને પૂછ્યું, ભાઈ ! અહીં આ મુનિ નાસિકા ઉપર દ્રષ્ટિ રાખી કાષ્ઠની માફ્ક ચેષ્ટા રહિત થઇ કેમ બેઠા છે? જવાખમાં તેણે જણાવ્યું કે, એક માસથી આ પ્રમાણે તે સ્થિર આસને બેઠેલા છે. ભાજન પાનાદિકના સર્વથા ત્યાગ કરી તેઓ આ પ્રમાણેજ એસી રહે છે. પછી તેઓ તેની સાથે જઇ મુનિને નમસ્કાર કરી મેલ્યા, હૈ મુનીંદ્ર ! પ્રથમ અવસ્થામાં આપને વ્રત ગ્રહણ કરવાનું શું કારણ બન્યું? મુનિ ખાલ્યા, હે ભવ્યાત્માએ ! મ્હારી સ્થિતિ તમે સાવધાન થઇ સાંભળેા.