________________
(૨૮)
શ્રી સુપાર્શ્વનાથ અગ્નિ. ऊदयन श्रेष्ठीनी कथा.
જ બોલ્યા જ કરી
એ વિરૂદ્ધ
તૃતીય વિરૂદ્ધરાજ્યાતિમાતિચાર. - દાનવિર્ય રાજાએ પ્રશ્ન કર્યો, હે ભગવન ! ત્રીજા અતીચારનું
* સ્વરૂપ સંભળાવો અને તેનું સેવન કરવાથી ત્રીજો અતીચાર કઈ ગતિ થાય છે તે પણ આપ કૃપા કરી
કહે. શ્રી સુપાર્શ્વ પ્રભુ બેલ્યા, હે રાજન ! જે પુરૂષ પોતાના રાજ્યથી વિરૂદ્ધ રાજ્યમાં વેપાર કરે છે, તે ઉદયનની માફક ત્રીજા વ્રતને ત્રીજો અતિચાર કરવાથી ધન અને શરીરનો નાશ કરે છે. જેમકે–અનેક મુનિઓના ચરણુરવિંદથી બહુ પવિત્ર તેમજ અનેક વિદ્વાનેથી વિભૂષિત જે નગર માત્ર સાત મુનિ (રૂષિ) થી સેવાયલું અને એક જેમાં બુધ રહેલે છે એવા આકાશને હસે છે તેવું શિવભદ્ર નામે નગર આ ભરતક્ષેત્રમાં તિલક સમાન શોભે છે. તેની અંદર ઉત્તમ સુવર્ણ વડે યુક્ત સુરન (જન) (સારાં રત્ન-સરંજન) થી સેવા, સન્નદન (શ્રેષ્ઠ નંદનવન=ઉત્તમ પુત્રો) વડે સુશોભિત મેગિરિ સમાન સ્થિર પ્રકૃતિવાળો રત્નાકર નામે શ્રેણી છે. તેમજ સ્થિર છે વન જેનું, સુવર્ણ સમાન કાંતિ છે જેની, મિમ્પિષ રહિત છે દષ્ટિ જેની અને બહુ વિબુધજન (દેવ=વિદ્વાને) માં માને પામેલી દેવાંગના સમાન સુંદરી નામે તેની સ્ત્રી છે. સગુણ (શકુન ) ગુણવાનુ-પક્ષિઓએ કરી છે, સેવા જેની એવા ગરૂડ સમાન ઉત્તમનીતિવાળો અને સર્વ કલાઓમાં બહુદક્ષ તેમજ વિનયવાન રાજપાલ નામે તેઓને એક પુત્ર છે. તેમજ કનકધ્વજ શેઠનો પુત્ર ઉદયન નામે તેના મિત્ર છે. બન્ને મિત્રો નદી, સરોવર અને ઉદ્યાનાદિકમાં કીડાઓ કરે છે.