________________
વિરકુમારનીકથા.
(૫૭) પછી શુંઠવતી વરકુમારને પિતાના સ્કંધ ઉપર બેસાર્યો. રાજા પણ રૂપમાં કામદેવ સમાન તેને જોઈ બહુ ખુશી થયે. પૂર્ણિમાના ચંદ્રથી તરંગિત એવા ક્ષીરસાગર સમાન અને વિશેષ લાવણ્યરૂપી તરંગથી સંયુક્ત એવા વીરકુમારને કુમારીએ પણ પ્રેમપૂર્વક જોયે. ત્યારબાદ પંખવાની તૈયારી કરી. તે સમયે રાજાએ વરને દશ હાથી, હજાર ઘોડા, તેમજ લાખ નયા આપ્યા. અને વિધિ પૂર્વક છાયા લગ્ન જોઈ કુમારની સાથે કુમારીનું પાણિગ્રહણ કરાવ્યું. તે જોઈ સર્વ લેકે બહુ સંતુષ્ટ થયા. હસ્તમેચન સમયે રાજાએ દશ હજાર ગામ આખા, વળી રહેવા માટે પોતાને મુખ્ય મહેલ આવે, કુમાર તેમાં ઈચ્છા પ્રમાણે વિલાસ કરતા હતા, કુમારે પિતાના ચરપુરૂષ દ્વારા પિતાના પિતાને સમાચાર મેકલાવ્યા. શુભ વૃત્તાંત સાંભળી પિતા બહુ ખુશી થયા. વિવાહના દિવસોમાં કુમારના રસેડે માંસાદિરહિત શુદ્ધ રસોઈ જે તે રાજાએ કુમારને પૂછયું. તારે રસોડે માંસાદિક કેમ વાપરતા નથી ? કુમારે કહ્યું હે રાજન? માંસાદિક સાવદ્ય પદાર્થને સર્વથા મહારે ત્યાગ છે, વિગેરે કેટલીક બાબત સમજાવીને ફરીથી કુમારે કહ્યું કે હે રાજન્ ? આ વિવાહ પ્રસંગે રસોઈમાં માંસ ન વપરાય તે બંદોબસ્ત કરાવે. રાજાએ તેજ પ્રમાણે માંસ બંધ કરાવ્યું. વિવાહને પ્રસંગ સમાપ્ત થયે, ત્યારબાદ કુમારે રાજાને જણાવ્યું કે માંસ ભક્ષણ નહીં કરવાનું કારણ એ છે કે પંચેંદ્રિય પ્રાણિને વધ કર્યો શિવાય માંસ મળે નહી અને પ્રાણિવધ એ નરકનું મુખ્ય કારણ છે. એમ ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે. વિગેરે બહુ દષ્ટાંતપૂર્વક ઉપદેશવડે માંસભક્ષણથી થતા દેશો કહી બતાવ્યા. તેમજ પ્રસંગને લીધે મુનિધર્મ અને ગૃહિધર્મનું તત્વ પણ કહ્યું. તેમજ પિતે ગ્રહણ કરેલા અનુવ્રતને અભિગ્રહ તથા માંસાદિકનો ત્યાગ