________________
(૪૨)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. સજ્જન રૂપી કુમુદવનને પ્રફુલ્લ કરવામાં ચંદ્ર સમાન સમરગજેન્દ્ર નામે રાજા તેમાં રાજ્ય કરે છે. વિનય ગુણ સંપન્ન કુમુદિની નામે તેની સ્ત્રી છે. વળી તે નગરમાં સ્થિર છે પ્રકૃતિ જેનીએ સુમતિ નામે શ્રેણી છે, સુલસા નામે તેની સ્ત્રી છે. તેમજ તેઓને સાગરચંદ્ર અને ગુણચંદ્ર નામે બે પુત્ર છે. દરેક કલાઓમાં તેઓ કુશલ અને ગાઢ સ્નેહ પાશથી કોઈ પણ સમયે વિગ સહન કરતા નથી. તેમજ તેઓ વ્યવહાર તથા વિહારાદિ દરેક કાર્યોમાં સ્વેચ્છા પ્રમાણે સાથે જ વિચારતા હતા. એક દિવસ કેઈક કાર્ય પ્રસંગને લીધે બન્ને સાથે ગ્રામાંતર જવા નીકળ્યા. બે ગાઉ ગયા એટલે એક મુનિ તેઓના જોવામાં આવ્યા. ત્યારે સાગરચંદ્ર બે હે બંધુ! આજે આપણે જવાનું બંધ રાખે, ચાલે, ઘેર જઈએ. કારણકે આ મુનિનું દર્શન અપશુકન ગણાય છે, તેથી આપણને લાભ મળશે નહીં. તેમજ શુકન શાસ્ત્રમાં કહ્યું છે કે
मलमलिनवसनदेहो-मुण्डितशिरस्तुण्डकोऽशुचिवदनः । મુવિમો મા, દઈ ર્ય ન Hધતિ .
અર્થ–બજેણે મલિન વસ્ત્ર પહેરેલાં હોય, માથું મુંડાવેલું હોય, મુખ શુદ્ધિહીન હોય તેમજ શારીરિક શેભાને જેણે ત્યાગ કર્યો હોય એ ભિક્ષુક માર્ગમાં દષ્ટિગોચર થાય તે કાર્ય સિદ્ધિ થાય નહીં.” ગુણચંદ્ર બે, હે બાંધવ! આવું અયોગ્ય વચન બોલવું હને ઘટતું નથી. જે આવા મહાત્માનું દર્શન પણ અપશુકન ગણાતું હોય તે પછી બીજું કે આ દુનીયામાં શુકન જ નથી. વળી જે મુનિઓનું દર્શન માત્ર પાપનો નાશ કરે છે, વંદન કરવાથી જેમાં પ્રાણી જનેને ઉદ્ધાર કરે છે. તેમનું દર્શન અપશકન કેમ ગણાય? સાગરચંદ્ર બોલે, શ્રાવકેની સાથે ત્યારે