________________
(૩૬)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. તનરેશ્વરને આરીસા ભવનનો પ્રવેશ આબેહુબ ભજવી બતાવ્યું. જેમકે–સુંદર અલંકારોથી વિભૂષિત પિતાનું શરીર જોઈ ભરત રાજા બહુ ખુશી થયા. પછી પોતાની આંગળીએથી મુદ્રિકા નીકળી પડી તેથી શોભા રહિત આંગળી જે અનુક્રમે સર્વ અલંકાર ત્યજી દીધા, એટલે શભા રહિત પોતાનું શરીર જોયું. તે ઉપરથી આ સંસારમાં સર્વ વસ્તુઓની શોભા કૃતિમ છે એમ માની ભરતચકી વૈરાગ્ય પામ્યા. ક્ષણ માત્રમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ મુનિવેષ અર્પણ કર્યો. સુરેંદ્રોએ નમસ્કાર કર્યો. ત્યારબાદ ભવનમાંથી નીકળતાં તેમની પાછળ પાંચસો રાજાઓ પણ નીકળી ચાલ્યા. તે જેવાથી તેમજ વળી વૈરાગ્યનાં વચન સાંભળવાથી વરૂણ વૈરાગ્ય રૂપી રંગશાળામાં ઉતરી પડ્યો. અને પિતે વિવેકી બની સૂત્રધારને પૂછવા લાગે કે આ ભરત સ્વા. મીના માર્ગને આ હેટા પ્રભાવિક રાજાઓ અનુસર્યા. પરંતુ અમારા સરખા સત્વહીન પ્રાણીઓની કેઈપણ સુગતિ થાય તે રસ્તે છે? હા છે. એમ કહીને તેણે સમ્યક્ત્વાદિ બાર પ્રકારને શ્રાવક ધર્મ કહ્યો, પોતાના પિતા સહિત વરૂણે સાવધાનપણે તે અંગીકાર કર્યો. પિતાની વૃદ્ધ અવસ્થા હોવાથી વરૂણ દુકાનનું કામ પોતાની બુદ્ધિથી ચલાવતા હતા તેમના કુટુંબના નિર્વાહ જેટલું ધન પણ કમાયો હતો. પરંતુ લોકમાં માન પામેલા અન્ય ધનાઢ્ય લેકેને જોઈ તેણે જાણ્યું કે લોકમાં કીર્તિ તે ધનથી જ થાય છે. એમ વિચાર કરતાં તેને ધનને લોભ બહુ વધી ગયા અને તેમાંજ આસક્ત થવાથી તે શુદ્ધ ભાવ ઉપરથી પડી ગયે. જ્યારે પોતાને લેવું હોય ત્યારે મોટા વજનથી તાળે છે અને આપવું હોય ત્યારે નાના વજનથી તેળે છે! તેમજ ધાન્ય, ઘી, તેલ વિગેરેનાં માપ પણ તેવી જ રીતનાં રાખી ફૂટ વ્યવહાર કરવા લાગ્યું. આ વાત તેના પિતાના જાણવામાં આવી તેથી તેણે બહુ