________________
સોળ વિધાદેવીઓ અનાહતની પરિધિ પર વર્તુલાકારે થયેલી સોળ સ્વરોની સ્થાપના છે. આ સોળ સ્વરો એ સોળ વિદ્યાદેવીઓના મંત્રબીજો છે. (૧) શ્રી રોહિણી – પુણ્યબીજને ઉત્પન્ન કરે. (૨) શ્રી પ્રજ્ઞપ્તિ - જેને પ્રકૃષ્ટ જ્ઞાન છે. (૩) શ્રી વજશૃંખલા - જેના હાથમાં દુષ્ટોનું દમન કરવા માટે વજની શૃંખલા છે. (૪) શ્રી વજાંકુશી – જેના હાથમાં વજ અને અંકુશ રહેલાં છે. (૫) શ્રી અપ્રતિચક્રા - જેના ચક્રની બરાબરી કોઈ કરી શકે નહીં. (૬) શ્રી પુરુષદત્તા - જે પુરુષને વરદાન આપનારી છે. (૭) શ્રી કાલી - જે દુશ્મનો પ્રત્યે કાલ જેવી છે. (૮) શ્રી મહાકાલી - જે વૈરીવર્ગ પ્રત્યે મહાકાલ જેવી છે. (૯) શ્રી ગૌરી - જેને દેખવાથી ચિત્ત આકર્ષાય. (૧૦) શ્રી ગાંધારી - જેનાથી ગંધ ઉત્પન્ન થાય. (૧૧) શ્રી સર્વીસ્ત્રમહાવાલા – જેના સર્વ અસ્ત્રોથી મોટી વાલાઓ નીકળે છે. (૧૨) શ્રી માનવી – જે મનુષ્યની માતા તુલ્ય ગણાય છે. (૧૩) શ્રી વૈરોટયા - અન્યોન્ય વૈરની શાંતિ માટે. (૧૪) શ્રી અચ્છતા - જેને પાપનો સ્પર્શ નથી. (૧૫) શ્રી માનસી - જે ધ્યાન ધરનારના મનને સાનિધ્ય કરે. (૧૬) શ્રી મહામાનસી – જે ધ્યાનારૂઢ મનુષ્યને વિશેષ સાનિધ્ય કરે.
વર્ણમાતૃકા એક વસ્તુ છે અને સોળ વિદ્યાદેવીઓ બીજી વસ્તુ છે. વર્ણમાલુકા અને વિદ્યાદેવીના સંકલનથી પ્રાચીન કાલના શ્રમણો વિદ્યાદેવીની ઉપાસના કરતા અને તેથી જે વિદ્યાઓ સિદ્ધ થતી તેનો શાસનના હિતાર્થે ઉપયોગ કરતા.
શ્રી સિદ્ધચક્ર મહામંત્રમ્
૩૮ For Private & Personal Use Only
શ્રુતસરિતા
Jain Education International 2010_03
www.jainelibrary.org