________________
આગમોનું પર્યાલોચના (ભાવતીર્થનું અનુસંધાન)
भई मिच्छादंसण समूहमइयस्स, अमरसाररुप ।
जिणवयणस्स भगवओ, संविग्ग सुहाहिगमस्स ।। મિથ્યાદર્શનોના સમૂહરૂપ, અમરપણું આપનાર અને મુમુક્ષુઓ વડે અનાયાસથી સમજી શકાય એવા પૂજય જિનવચનનું (આગમનું) ભદ્ર-ભલે હો !
– સન્મતિ તર્ક – તૃતીય કાંડ
આ. શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિજી શ્રી સર્વજ્ઞ તીર્થકર ભગવંતોએ નિર્મળ કેવળજ્ઞાન દ્વારા વિશ્વભરના જીવોને સત્ય, પરિપૂર્ણ અને અનંત જ્ઞાન દર્શાવ્યું છે. તે જ્ઞાન શ્રી ગણધર ભગવંતોએ સ્વસ્મૃતિમાં અંકિત કરી શ્રુતજ્ઞાનના ઉત્કૃષ્ટ ક્ષયોપશમ ભાવ વડે સૂત્ર-આગમ રૂપે ગૂંચ્યું છે. મૂળ સૂત્રોમાં કહ્યું છે કે - રિદા માસ, પાદરા ધૃત્તિ અર્થાત્ શ્રી અરિહંત ભગવંત અર્થને પ્રકાશે છે અને શ્રી ગણધર ભગવંતો સૂત્રને ગૂંથે છે.
જેના વડે પદાર્થો યથાર્થપણે અને સંપૂર્ણપણે જાણી શકાય તેને “આગમ' કહે છે. આત્માને ગમ (બોધ) પમાડે તે આગમ તેવો ઔપચારિક શબ્દાર્થ પણ થાય છે. જૈન ધર્મના મૂલભૂત શાસ્ત્રોને આગમ' શબ્દથી ઓળખવામાં આવે છે. આગમોના સમગ્ર સંકલનને “કાદશાંગી' (બાર અંગ) શબ્દથી ઓળખાય છે. પ્રવર્તમાન ઉપલબ્ધ આગમોના ઉપદેખા અને અર્થરૂપે પ્રણેતા ચરમ શાસન તીર્થપતિ શ્રી મહાવીર સ્વામી ભગવાન છે અને સૂત્રરૂપે રચયિતા પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીજી છે.
મનુષ્યનું સાચું જીવન આધ્યાત્મિક જીવન છે. બાહ્ય દશ પ્રાણો ધારણ કરતો મનુષ્ય જીવંત દેખાય છે, પરંતુ વિભાવ દશામાં મહદ્ અંશે જીવન વ્યતીત થતું હોય છે. સ્વભાવદશાને પુષ્ટિ આપતી આત્માભિમુખતા કેળવાય એ એક માત્ર આશય આ આગમોની રચનાનો છે. આગમોમાંથી સમ્યગુ દૃષ્ટિ અને સારગ્રાહી દૃષ્ટિ સંપ્રાપ્ત કરી શકાય છે. દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને ધર્મકથાનુયોગ – આ ચારે અનુયોગસભર શ્રેષ્ઠતમ્ સાહિત્ય આગમોમાં ભારોભાર ભરેલું છે. માટે તો યથાર્થ કહેવાયું છે “દુષમકાળ જિનબિંબ જિનાગમ, ભવિયણકું આધાર.”
આચાર્યશ્રી દેવર્ધિગણી ક્ષમાશ્રમણે વલ્લભીપુરમાં વીર સંવત ૯૮૦માં આગમવાચનામાં અર્ધમાગધી અર્થાત્ પ્રાકૃત ભાષામાં આગમો લખ્યા હતા, જેનો ટૂંકો પરિચય નીચે મુજબ છે. શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક આમ્નાય ૪૫ આગમોને માને છે, જ્યારે શ્રી શ્વેતાંબર સ્થાનકવાસી તથા તેરાપંથી ૩ર આગમોને માને છે. દિગંબર આમ્નાયમાં કોઈ ચોક્કસ સંખ્યા નક્કી જણાતી નથી પણ તેઓ ધવલા, મહાધવલા અને જયધવલાને મુખ્ય ગ્રંથો તરીકે માને છે.
ધર્મતીર્થ - ભાવતીર્થ
૨૦૦
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org