________________
(૧) કાળ :
સમયના નિયમને અનુસરવા વડે. નિયત કરેલા સમયે અધ્યયન કરવામાં આવે તે ઈષ્ટ છે. (૨) વિનય :
ગુરૂ, જ્ઞાની, જ્ઞાનાભ્યાસી, જ્ઞાન અને જ્ઞાનનાં ઉપકરણોની આશાતના (અનાદર) વર્જવાના અને તે સઘળાની યોગ્ય ભક્તિ કરવી તે. (૩) બહુમાન :
ગુરૂ, જ્ઞાન અને જ્ઞાનોપકરણ પ્રત્યે આંતરિક પ્રીતિ કે ભાવોલ્લાસ. (૪) ઉપધાન :
જે તપ વડે સૂત્રાદિક આત્મસમીપમાં કરાય છે. જ્ઞાનાવરણીય કર્મને ખપાવવા માટે તપનું વિધાન છે. તપ અને જ્ઞાનને ઘનિષ્ઠ સંબંધ છે. (૫) અનિદ્ધવને :
નિદ્ભવ એટલે છુપાવનાર. તે ન હોવું તે અનિદ્ભવન. તાત્પર્ય એ કે અશઠાણું કે નિખાલસતા દાખવવી. ગુરૂનું નામ છુપાવવું, તે જ રીતે જ્ઞાન અને સિદ્ધાંતને છુપાવવો અથવા દુરાગ્રહને વશ થઈ શાસ્ત્ર વિરૂદ્ધ પ્રતિપાદન કરવું. (૬) વ્યંજન :
વ્યંજન-શુદ્ધિ-શબ્દ-શુદ્ધિ જાળવીને પદરચના, પદદ કે પદપોજના પ્રમાણે બોલવા જોઈએ. (૭) અર્થ :
સૂત્રના ઉચ્ચારણ વેળાએ પૂર્વાપરનો સંબંધ વિચારી વિષયને અનુરૂપ અને પ્રણાલિકાને છાજે તેવો અર્થ કરવો. (૮) તદુભય :
વ્યંજન અને અર્થનો ઉભયનો સંબંધ જાળવી રાખવો તે. ઉપસંહાર :
આ વિષયના લખાણમાં જિનાજ્ઞા વિરૂદ્ધ કોઈ રજૂઆત થવા પામી હોય તો મારા મિચ્છા મિ દુક્કડમ્.
આવા અનુપમ જ્ઞાનની આરાધના, સાધના, ઉપાસના માટે આપણે સમ્યક પુરૂષાર્થ આદરવો જોઈએ, કે જેથી અંતે, આપણને કેળવજ્ઞાનની પ્રાપ્તિ થાય. બાકીના ચારે જ્ઞાનની સુંદર સાધના કરતાં પહેલાં શ્રુતજ્ઞાનની સાધના કરવી પડશે.
શ્રુતજ્ઞાનની સાધના કરી તે દ્વારા મતિજ્ઞાનને પણ વિશદ્ બનાવી બાકીના જ્ઞાન મેળવવા માટેની ઉજળી ભૂમિકા તૈયાર કરી ભવ-ભવાંતરમાં તેને પામી અંતે કેળવજ્ઞાનના પણ આપણે સ્વામી બનીએ એ જ અભિલાષા સહ -
રજની યુ. શાહ શ્રુતસરિતા
સમ્યગૂજ્ઞાન ૨૪૧ onal 2010
૨ ૪૧ For Private & Personal Use Only
Jain Education International 2010_03
www.jainelibrary.org