________________
૫૦૦ તાપસોને સમ્યજ્ઞાનથી પામ્યા, બીજા ૫૦૦ તાપસોએ સમ્યગ્દર્શનથી પામી લીધું અને છેલ્લા ૫૦૦ તાપસો પ્રભુના દર્શન થતાં જ નિજગુણ સત્તારૂપ સ્થિરતા કેળવી કેવળજ્ઞાન ઉપર આરૂઢ થઈ ગયા. નિજગુણ સત્તારૂપ સ્થિરતાનું બીજું નામ ‘સભ્યશ્ચારિત્ર’ છે.
દર્શન-જ્ઞાન-ચારિત્ર આ ત્રણે સમ્યક્ પ્રકારે વ્યક્તિગત અને સમૂહમાં આપણને ઉપયોગી અને ઉપકારી નીવડે છે, તે આ ઉપરના દૃષ્ટાંત દ્વારા સમજાવવાનો મેં પ્રયાસ કર્યો છે. શાંત ચિત્તે બેસી આ બધી ચિંતનની સામગ્રીને વિચારશો. ઘણા ઉકેલો આપને આપોઆપ આપનામાંથી જ મળી જશે. સમ્યજ્ઞાનના થોડાક અર્થો જોઈએ :
( १ ) ज्ञायते अनेव इति ज्ञानम् જેના વડે જણાય તે જ્ઞાન.
(૨) જ્ઞાતિ તિ જ્ઞાનમ્ - જાણે તે જ્ઞાન.
(૩) યથાસ્થિત તત્ત્વાનામવાંધ: - યથાવસ્થિત તત્ત્વોનો જે અવબોધ થાય તે જ્ઞાન.
-
(૪) વસ્તુના સ્વરૂપનું અવધારણ તે જ્ઞાન.
(૫) નય અને પ્રમાણથી થનારો જીવાદિ તત્ત્વોનો યથાર્થ બોધ.
(૬) નવ તત્ત્વ સ્વરૂપ, છ દ્રવ્ય સ્વરૂપ અને ત્રિપદી સ્વરૂપની (ઉત્પાદ-વ્યય-ધ્રુવ) સમજણપૂર્વકની માન્યતા તે જ્ઞાન.
જ્ઞાન-પ્રાપ્તિ માટે જ્ઞાનાવરણીય કર્મના આવરણોને દૂર કરવો પડે. આ આવરણને દૂર કરવા ‘વિનય’ ગુણની અપૂર્વ વિશિષ્ટતા છે. વિદ્યા વિનયથી જ શોભે છે. જ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત થાય છે. સા વિદ્યા યા વિમુયે - વિદ્યા વિમુક્તિ માટે છે. જ્ઞાન વિરતિ માટે છે, જ્ઞાનસ્ય હાં વિસ્તૃત । શાનનું ફળ ચારિત્ર અને ચારિત્રનું ફળ આત્મરમણતા વડે મુક્તિપદની પ્રાપ્તિ. આત્મરમણતા ભેદજ્ઞાન વડે જ પામી શકાય છે. જ્ઞાની ભગવંત કહે છે :
-
“મેવિજ્ઞાનત: સિદ્ધા:, સિદ્ધા યે જિન દેવન । અચવામાવત: ચન્દ્રા:, વબા યં ચિત્ત ધન ।।''
અર્થ : જે કોઈ આત્માઓ સિદ્ધિપદને પામ્યા છે, તેઓ આત્મા અને દેહ ભિન્ન છે આવા ભેદજ્ઞાનથી સિદ્ધ બન્યા છે; અને જે કોઈ આત્માઓ કર્મથી બંધાયેલા છે તેઓ આ ભેદજ્ઞાનના અભાવથી બંધાયેલા છે.
અજ્ઞાનનો અંધકાર ટાળી, જ્ઞાનનો સૂર્ય ઝગમગાવી, ભવારણ્યમાં પગદંડી સમાન, કર્મકાષ્ઠને બાળનાર અગ્નિ સમાન સમ્યક્ત્તાનની સમ્યક્ આરાધના કરતાં કરતાં આપણે સૌ મોક્ષમાર્ગે આગળને આગળ ધપતા રહીએ એ જ શુભાશંસા સાથે.
પત્રાવલિ
Jain Education International 2010_03
*
૩૩૭
For Private & Personal Use Only
લિ. આપનો ભાઈ, રજની શાહ
શ્રુતસરિતા
www.jainelibrary.org