________________
અવિરત ઉજમાળ બની, મને સર્વવિરતિ ધર્મ પમાડી, મારી મુક્તિ ખૂબ નજીક લાવે, એ જ એકની એક અને સદા માટેની શુભાભિલાષા.
સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવશ્રી શ્રીમદ્ કૈલાસસાગર સૂરીશ્વરજી મહારાજા મને હંમેશાં ભારપૂર્વક કહેતા :
‘ઉત્તમના ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ.' ભવ્ય જીવો પ્રતિ આપશ્રીના અગણિત ઉપકારો છે. અરિહંત ભગવંતોની અનુપસ્થિતિમાં, દેદીપ્યમાન એવા જિનશાસનની જ્યોત ઝળહળતી રાખનાર એવા આપશ્રીની જાજરમાન જીવનગાથા સાચે જ હૃદયસ્પર્શી છે. જિનશાસનનો જે મજાનો ખજાનો આપશ્રી પામ્યા છો, તે સૌને પમાડવાના આપશ્રીના અપ્રતિમ પુરુષાર્થની કિંચિત્ પ્રશસ્તિ કરવા માટે, બાલબુદ્ધિ જેવો હું, આપશ્રી પ્રત્યે, ગુરુપદ પ્રત્યે, અનુભૂતિની સ્મૃતિની સાથોસાથ દેઢ ભક્તિથી પ્રેરાઈને, મારી લાગણીઓને વાચા આપવા આ પત્ર દ્વારા પ્રવૃત્ત થયો છું.
શ્રી ધર્મનાથ પ્રભુએ ત્રણ ભવ પૂર્વે નિકાચિત કરેલ તીર્થકર નામકર્મનો આજની શુભ તિથિએ વિપાકોદય થયેલ, માટે પ્રાર્થના :
ધર્મના દાતા ધર્મનાથજી, ધીર વીર ગંભીર પ્રભુ કરમના ભરમને દૂર કર્યો તમે, ખૂબ બની શૂરવીર વિભુ.
સુવ્રતાનંદન સુવ્રત આપી, અમ સહુનો ઉદ્ધાર કરો;
ભાનુરાજાના સુત સ્વામી, આટલો તો ઉપકાર કરો.” આપશ્રીનો ભાવવાહી, સત્ત્વસ્પર્શી અને આશીર્વાદથી ભરપૂર પત્ર મને મળ્યો. આ પત્ર મારા માટે આ જીવનનું એક સૌભાગ્યવંતુ સંભારણું બની ગયું છે. ગૃહમંદિરમાં આપના ફોટાની સાથે જ આ પત્રને મૂકી દીધો છે. ગૃહમંદિરમાં દરરોજ આપશ્રીને “અબ્યુટ્ટિયો' દઉં છું. પ્રતિક્રમણ વેળાએ આવતાં વાંદણામાં, આપશ્રીને સ્મરણમાં રાખીને, નિયમિત દ્વાદશાવર્ત વાંદણાં પણ હું દઉં છું. મારા બાંધેલા અશુભ કર્મોના ઉદયે આ અનાર્ય દેશમાં ફસાયો છું. અંતરમાં સંતાપ તો અવશ્ય રહ્યા કરે છે; સંતાપની માત્રા અતિશય વધી જાય ત્યારે ત્યારે પૂ. શ્રી વીરવિજયજી મ.સા. એ અંતરાય કર્મની પૂજાની ઢાળમાં કહેલું યાદ કરું છું.
બંધ સમયે ચિત્ત ચેતીએ રે, ઉદયે શો સંતાપ.” આપશ્રીના પત્રથી મેં જાણ્યું કે આપશ્રીએ ૧૧ વર્ષની કુમળી વયે દીક્ષા ગ્રહણ કરેલી. ધન્ય છે આપને અને ધન્ય છે આપશ્રીના પરમ ઉપકારી માતાપિતાને કે જેઓએ સર્વવિરતિ ધર્મના સુસંસ્કારોનું સિચન આપનામાં કર્યું. મારી અનુમોદના છે, આપશ્રીએ પૂર્વભવે આરાધેલ ધર્મસાધનાને જિનશાસનના શણગાર સમા અણગાર એવા આપશ્રીને જિનશાસનની પ્રાપ્તિ અને જિનશાસનને આપ મહાપુરુષની પ્રાપ્તિ. કેવો અદ્ભુત યોગ્યાતિયોગ્ય યોગાનુયોગ !
મારા જેવા અનેકાનેકના જીવનમાં, આપશ્રી રત્નત્રયીની રસધાર રેલાવી રહ્યા છો, જીવનપથમાં શ્રુતસરિતા
૩૮૦
પત્રાવલિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org