Book Title: Shrutasarita
Author(s): Rajnibhai C Shah
Publisher: Narendra Mulchand Shah Mumbai

View full book text
Previous | Next

Page 448
________________ યોગમાં ઉચ્ચ કક્ષાએ ધ્યાનયોગ છે. અનંત કાળના જામેલા મોહનો ઉચ્છેદ કરી છેલ્લે કરી છેલ્લે અમનસ્ક દશાને પમાડી શકવાની તાકાત ધ્યાનયોગમાં છે. ધ્યાન વિવિધ સ્થાનકો છે : (૧) યોગાંગ : યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ (-સાતમું અંગ.) (૨) તપ-બાર : અણસણ, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ, પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, કાઉસગ્ગ (-અગિયારમું તપ.) (૩) આવશ્યક છ : સામાયિક, ચકવીસત્યો, વાંદણાં, પડિક્કમણું, કાઉસગ્ગ, પચ્ચકખાણ (-પાંચમું આવશ્યક.) ઉપર દર્શાવ્યા અનુસાર, બધાં પગથિયાં અનુક્રમે પસાર કરતાં કરતાં આપણે ધ્યાન ઉપર પહોંચવું જોઈએ; નહિતર ધ્યાનમાં વ્યતીત કરેલ સમય નિર્મળ ધ્યાનયોગની અપેક્ષાએ ફળરહિત પુરવાર થાય છે. ધ્યાનનું ફળ છે-આશ્રવનિરોધ અને નિર્જરા. ભૂમિકા શુદ્ધિની અપેક્ષાએ ધ્યાનના ચાર આલંબનો/સાધનો દર્શાવ્યા છે : (૧) શુભ ચિંતન : એક વિષય લઈને તેમાં ઊંડા ઊતરતા જાઓ, ચિંતન કરો, ઉહાપોહ કરો, નવો બોધ થયા કરશે. ધારાબદ્ધ વિચારણાને ચિંતન કહે છે. દા.ત., પરમાત્મતત્ત્વ લઈએ. પરમાત્મા કેવા છે? તેઓના ગુણો કયા છે? સ્વરૂપ શું છે? અદ્વિતીય કેમ છે? આપણા ગુણો સાથે સરખામણી? જીવનચરિત્રનું ચિંતન, આદિ. આ અંગેના વિષયનું જ્ઞાન તો પહેલેથી મેળવવું જ જોઈએ. બીજો દાખલો : કર્મવ્યાખ્યા-સ્વરૂપઘાતી-અઘાતી-ભેદો-પ્રકારો-કઈ રીતે બંધાય, કઈ રીતે છૂટે, વેશ્યા, ગુણસ્થાનક, મોક્ષ વગેરે. (૨) ભાવના : દ્રવ્યના મૂળભૂત યથાર્થ સ્વરૂપને પમાડે તે ભાવના. ભાવના એ આત્માના આરોગ્યનું ઔષધ છે. ભાવના વડે પૌલિક વિષયોનો નાશ અને વિષયોની વાસનાનો વિનાશ થાય છે. ભાવનાને ભવનાશિની કહે છે. “આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે.” શુભ ભાવના દિવ્ય વિચારોની વિચારણા વહેતી મૂકે છે. મનમાં વિચારની દિશા જાગ્રત થાય છે, અને મનની દઢતા વધારી આત્મામાં સંસ્કારો પાડે છે. ધ્યાનનાં શિખરો પર આરૂઢ થયેલા મહાત્માઓને મૂળમાં ભાવના છે. જૈન દર્શનમાં ચાર ભાવના (મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ) અને બાર ભાવના (અનિત્ય આદિ) પ્રચલિત છે. ચાર ભાવનાનું ભાવન ટ્રેષને છોડવા માટે છે, તો બાર ભાવનાનું ભાવન “રાગ’ને છોડવામાં ઉપયોગી છે. જીવનો જીવ સાથે સંબંધ જોડવો છે, તો ચાર ભાવના ભાવવી જોઈએ; અને જીવનો અજીવ સાથે સંબંધ તોડવો છે, તો બાર ભાવનાનું ચિંતન કરવું જોઈએ. “ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે જ્ઞાન; ભાવે જિનવર પૂજીએ, ભાવે કેવળજ્ઞાન.” (૩) અનુપ્રેક્ષા : જાણેલું, ભણેલું, અનુભવેલું, સ્મૃતિમાં રહેલા પદાર્થોનું ચિંતન, ભાવના એ જ પત્રાવલિ ૪૨૩ શ્રુતસરિતા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474