Book Title: Shrutasarita
Author(s): Rajnibhai C Shah
Publisher: Narendra Mulchand Shah Mumbai

View full book text
Previous | Next

Page 470
________________ પ્રભુએ પ્રભુ બનીને પ્રભુ બનવાનો માર્ગ આપણને બતાવ્યો છે. પ્રભુના બનીએ ! પ્રભુ બનીએ. આ જ ધર્મનો સાર અને બોધ. પ્રભુને શોધવાનું માંડી વાળી, પ્રભુ બનવાનું શોધી કાઢીએ. આ વર્ષ દરમ્યાન, જાણતાં-અજાણતાં, મન, વચન અને કાયાથી મારા વડે આપનું દિલ જો દુભવ્યું હોય, તો તે બદલ મારા મિચ્છા મિ દુક્કડમ્. આપ પણ મને ઉદાર દિલે ક્ષમા કરશો. આત્માને શાન્ત, પ્રશાન્ત અને ઉપશાનત બનાવી, સંવત્સરિ પર્વની સાધનાને સફળ બનાવી પ્રભુની પ્રભુતા, વિભુનો વૈભવ, સ્વભાવનો પ્રભાવ અને સ્વરૂપનું સૌંદર્ય આપણે સૌ સત્વરે પામીએ એ જ મંગલ મનીષા. લિ. આપનો સાધર્મિક, રજની શાહ * * * * * પત્રાવલિ-૯૦ તા. ૨૧મી ડિસેમ્બર, ૨૦૦૬ ભવજલનિધિપોત : પૂજય બેનશ્રી, પ્રણામ. અશાતાના ઉદય વેળાએ આપશ્રીએ અનેરી સમતા ધારી છે, જે અભૂતપૂર્વ તો અવશ્ય છે જ; પણ જીવનની પશ્ચિમ દિશામાં આવી ગયેલા મારા જેવા માટે આપશ્રીની સમતા ઉદાહરણરૂપ છે. કાયાની વેદના વેળાએ અને ભાવિની ભયંકરતાના ખ્યાલ વડે ઉત્પન્ન થતી અસમાધિ ટાળવા માટે દેવગુરૂની કૃપા જ સાર્થ્યવાન છે. સત્સંગનું એક અજોડ બળ હોય છે. આપશ્રીની સ્વસ્થતા જળવાઈ રહે અને સમતા ટકી રહે તેવી શાસનદેવને નિરંતર પ્રાર્થના છે. બેન, આપશ્રીએ મારા જેવા અલ્પજ્ઞાનીના લખાણો માટે આ સંકલનની તૈયારી દર્શાવી છે, તે જાણી મને અંતરનો ખૂબ આનંદ થયો છે. આપનો આભાર કેમ કરી માનું? આપનો હું ઋણી છું. મારા હસ્તલિખિત લખાણોનું સંકલન છપાય તો એક બુક તરીકે વાંચવાનું અને સાચવવાનું વધુ સુગમ બની રહેશે, તે વાત આપશ્રીએ ફોન ઉપર કહી હતી, તે સાચી છે. મારા લખાણોનો આધાર મારા અલ્પ ક્ષયોપશમ સહિત મુખ્યત્વે પૂ. સાધુ ભગવંતોના લખેલ પુસ્તકો-ગ્રંથો-વિવેચનો-ટીકાઓ વિગેરે છે, જે આપની જાણ સારૂં. તેમ છતાં, ક્યાંય પણ આપને વિપરિતતા દેખાય તો સુધારજો. હવે આપશ્રી પ્રત્યે મારા અપાર રાગનું કારણ કહું છું. શ્રી નીતિસૂરિ ગચ્છ પ્રવર્તિની પૂ. સાધ્વીજી મહારાજ કે જેઓ મુખ્યત્વે ઘાંચીની પોળ (માણેકચોક)ના ઉપાશ્રયમાં બિરાજતા. તેઓશ્રીને કાળધર્મ પામે પણ અનેક વર્ષો થઈ ગયા. તેઓ મારા માટે “યામિનિ મહારા’ સમાન હતા. તેઓશ્રી સંસારી અવસ્થામાં મૂળ દહેગામના હતા. હું પણ દહેગામનો. માટે, કૌટુંબિક પરિચય પણ ખરો જ. ઘાંચીની પોળથી એક વાર તેઓશ્રી અમારા ઘર (આંબાવાડી) વિહાર કરીને પધાર્યા. તેઓશ્રી અમારા ઘેર પધારે, ત્યારે સ્થિરતાથી એકાદ અઠવાડિયું અમારા બંગલે રહેતા અને અમને જ્ઞાનદાનનો લાભ આપે અને અમે વૈયાવચ્ચનો લાભ લેતા. પત્રાવલિ ૪૪૫ શ્રુતસરિતા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 468 469 470 471 472 473 474