Book Title: Shrutasarita
Author(s): Rajnibhai C Shah
Publisher: Narendra Mulchand Shah Mumbai

View full book text
Previous | Next

Page 468
________________ (૪) ફળ - ઈહલૌકિક : અર્થ, કામ, આરોગ્ય પારલૌકિક : સ્વર્ગ, અપવર્ગ (મોક્ષ)ના સુખ. પરમેષ્ઠિઓ પાંચ છે અને ઈન્દ્રિયોના વિષયો પણ પાંચ છે. નમવું એટલે શરણે જવું. પાંચ વિષયોને શરણે જવાથી ચાર કષાયો પુષ્ટ થાય છે અને પાંચ પરમેષ્ઠિઓને શરણે જવાથી આત્માના ચાર ગુણ (જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ) પુષ્ટ થાય છે. પુષ્ટ થયેલા ચાર કષાયો ચાર ગતિરૂપ સંસારને વધારવામાં અને પુષ્ટ થયેલા ચાર ગુણ ચાર ગતિનો છેદ કરી પંચમ ગતિ (મોક્ષ)ને પમાડે ‘નમો' એ શરણગમનરૂપ છે. દુકૃત ગહ અને સુકૃતાનુંમોદનાએ શરણગમનરૂપ એક જ સિક્કાની બે બાજુ છે. દુષ્કતગહથી પાપનું મૂળ બળે છે અને સુકૃપાનુમોદનાથી ધર્મનું મૂળ સિંચાય છે. આમ, નવકારમાં સાધ્ય, સાધન અને સાધના - એ ત્રણેની શુદ્ધિ રહેલી છે. ‘ામાં રદંતા ' પદમાં ‘vમો' એ સાધન છે; “ગરિ' એ સાધ્ય છે અને ‘તાdi' - તન્મયતા - એ સાધના છે. આ સપ્તાક્ષરી મંત્રના ઉચ્ચારણથી ‘નમો’ પદ વડે સાધ્યનો સમ્યક્યોગ થાય છે; ‘રઈં' પદ વડે સાધ્યના સમ્યક સાધનની પ્રાપ્તિ થાય છે અને “તા' પદ વડે સાધ્યની સમ્યસિદ્ધિ થાય છે. મનને આત્માધીન બનાવવાની પ્રક્રિયા ‘ri' પદ વડે સધાય છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ સાહેબ કૃત ‘એકાક્ષરી કોષમાં જણાવે છે કે “મો' પદનો “” “=' અક્ષર સૂર્યવાચક છે અને “' અક્ષર ચંદ્રવાચક છે. મંત્રશાસ્ત્રમાં સૂર્ય એટલે આત્મા અને ચંદ્ર એટલે મન. આ દષ્ટિએ, ‘માં’ પદમાં પ્રથમ સ્થાન આત્માને મળે છે. “માં” કે “નમો’ પદથી થતો બોધ : (૧) આ પદ વડે આપણા અંતરમાં ધર્મબીજનું વાવેતર થાય છે. માટે, આ પદને ધર્મનું પ્રવેશદ્વાર ગણવામાં આવ્યું છે. (૨) મન એ કર્મનું સર્જનસ્થાન છે. માટે, કર્મના બંધનથી જેને છૂટવું છે, તેને સૌ પ્રથમ મનની આધીનતામાંથી છૂટવું પડશે. આ પદ મનની ગુલામીમાંથી આપણને છોડાવે છે. (૩) પ્રકૃતિ ઉપર વિજય અપાવનારૂં પદ. (૪) બહિર્મુખ મનને આત્માભિમુખ બનાવવા માટેનું સામર્થ્ય. (૫) ઉપલક્ષણથી કાયા, કંચન, કામિની, કુટુંબ અને કીર્તિને ગૌણત્વ આપવું. (૬) આત્મામાં જ મન, આત્મા તરફ જ વેશ્યા, આત્માનો જ અધ્યવસાય અને આત્મામાં જ ઉપયોગ ધારણ કરવો. (૭) ત્રણેય કરો અને ત્રણેય યોગોને આત્મભાવનાથી ભાવિત કરવા. (૮) દ્રવ્યથી અને ભાવથી, દેહથી અને પ્રાણથી, મનથી અને બુદ્ધિથી તેમ જ બાહા અને અંતરથી સંકુચિત થવું તે. પત્રાવલિ શ્રુતસરિતા ૪૪૩ For Private & Personal Use Only Jain Education International 2010_03 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 466 467 468 469 470 471 472 473 474