________________
ભગવાન બનવા ભાવની વિશુદ્ધ દશા જોઈએ, કે જેનું બીજું નામ “કેવળજ્ઞાન' છે. તેનું સ્વરૂપ ત્રણ પ્રકારે છે : (૧) વીતરાગ જ્ઞાન એટલે કે વીતરાગતાપૂર્વકનું જ્ઞાન કે જે પ્રશાન વેદન છે. (૨) નિર્વિકલ્પક જ્ઞાન એટલે કે અખંડ અક્રમિક જ્ઞાન કે જે અખંડ વેદન છે. (૩) સર્વજ્ઞ જ્ઞાન એટલે કે સર્વનું જ્ઞાન કે જે અનંતરરૂપ વેદન છે.
આ ત્રણ ભાવમાંથી સાધનામાં જો કોઈ ભાવ ઉતારી શકાતો હોય તો તે વીતરાગતા છે. કારણ કે વીતરાગતાની વિકૃતિ મતિજ્ઞાનમાં થઈ છે. વીતરાગતા’ને જો આપણે મતિજ્ઞાનમાં ઉતારીએ તો સાધ્યથી અભેદ થઈ-વીતરાગ બની-આપણા લક્ષ્યને (કેવળજ્ઞાન) પ્રાપ્ત કરી શકાય.
વિભુનો વૈભવ, સ્વભાવનો પ્રભાવ, પ્રભુની પ્રભુતા અને સ્વરૂપનું સૌંદર્ય આપણે સૌ સત્વરે પામીએ, એ જ શુભ ભાવના સાથે -
લિ. આપનો સ્નેહાધીન,
રજની શાહ
પત્રાવલિ-૮૯ શ્રી પર્યુષણ આરાધના
તા. ૨૮મી ઑગસ્ટ, ૨૦૦૭ વીર સંવત રપ૩૩ ને શ્રાવણ સુદી ૧૫ ને મંગળવાર
શ્રી મુનિસુવ્રત સ્વામી ચ્યવન કલ્યાણક શુભ દિન સાધર્મિક શ્રાવક-શ્રાવિકા પરિવાર આપને મારા ભાવભર્યા અને ચરણસ્પર્શભર્યા પ્રણામ.
વીસમા મુનિસુવ્રતસ્વામીને, વંદન કરીએ ભાવથી;
પદમાનંદન પીડા હરી દે, પ્રકૃષ્ટ પુણ્ય પ્રભાવથી. અને પ્રતિબોધિત કરવાને, પ્રભુએ ઉગ્ર વિહાર કર્યો;
શરણાગતની રક્ષા કરીને, દુનિયાથી ઉદ્ધાર કર્યો. પાવનકારી પર્વાધિરાજ પર્યુષણ પધારી રહ્યા છે, તે મંગલ અવસરે મારી પ્રાસંગિક અભિવ્યક્તિ અને શુભેચ્છાઓ પાઠવું છું.
“સુણજો સાજન સંત, પર્યુષણ આવ્યા રે;
તમે પુણ્ય કરો પુણ્યવંત, ભવિક મન ભાવ્યાં રે.” આરાધ્ય, આરાધક, આરાધના અને આરાધનાનું ફળ - આ ચારે વસ્તુઓનું જ્ઞાન પર્યુષણ પર્વની આરાધનામાં આવશ્યક છે. (૧) આરાધ્ય - પંચ પરમેષ્ઠિ (૨) આરાધક - પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિયુક્ત જીવ. (૩) આરાધના - મન, વચન અને કાયાથી શુદ્ધિપૂર્વક અને એકાગ્રતાપૂર્વક થતો જાપ. શ્રુતસરિતા ૪૪ ર
પત્રાવલિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org