________________
ભાઈ, નાનકડી પણ ધર્મક્રિયા જો જિનાજ્ઞા ભળે તો આપણને એનું વાસ્તવિક ફળ બેસે. શ્રી જિને બતાવેલ સાધનાના પ્રભાવે આપણે આપણા રાગ-દ્વેષને જીતી શકીએ. ચૌદ રાજલોકની ટોચે આવેલ સિદ્ધશિલાના સ્વામી આપણે પણ બની શકીએ. એ માટે આપણી ધર્મક્રિયાઓ અમૃતમય બનવી જોઈએ. આ કાર્ય સાધવા માટે વીતરાગ પરમાત્માએ બતાવેલ મહાસતીજીપણું અને તેવી અશક્તિવાળા આત્મા માટે બીજા નંબરે સુશ્રાવકપણું અણિશુદ્ધ પાળવું પડે. આપણી સાધનામાં નવો જોન રેડી આપણી મુરઝાયેલી ચેતના શક્તિને નવો ઊર્ધ્વ આયામ “જિનાજ્ઞા વડે આપવાનો પ્રયાસ કરવાનો છે.
આપની સંઘસેવા તો અજોડ છે, અપૂર્વ છે, અપ્રતિમ છે. એ અમૂલ્ય સેવા વડે, વૈયાવચ્ચ ગુણ વડે, આપશ્રી અપ્રતિપાતિ ગુણધારક છો. આ બધાની સાથે, આપનું અંતરંગ જીવન પણ ધર્મક્રિયાઓથી વધુ ને વધુ રંજિત થવા માંડે તો સોનામાં સુગંધ ભળી જાય. આ સંસારમાં વિશુદ્ધ ધર્મ જ મુક્તિ અર્થે સદા ઉપાદેય છે-આદરથી ગ્રહણ કરવા યોગ્ય છે; કારણ કે બીજું બધું ય અંતે સુખ-દુ:ખનું કારણ છે. સુખના સંયોગ અને વિયોગ સાથે જોડાયેલું આપણું જીવન માત્ર શ્વાસોશ્વાસનું માળખું નથી; પણ અનેક અપ્રગટ ગુણોના ઉઘાડની શક્યતાવાળું-સંભાવનાવાળું આ જીવન છે. અનેકવિધ સગુણોના સ્વામી બનવાનું સદ્ભાગ્ય અને સૌભાગ્ય પ્રાપ્ત કરવાનું આ જીવન છે.
મનને જ્યાં રસ છે, જેનામાં રસ છે; ત્યાં એ ચંચળ નથી, પણ સ્થિર છે. મનને જે ગમે, મન તેમાં રમે. મન બદલવાની જરૂર નથી, રુચિ કે રસ બદલવાની જરૂર છે. બહિર્મુખીમાંથી અંતર્મુખી થવાની જરૂર છે. આમાં, આપણે સૌ સફળ થઈએ તેવી મંગલ મનીષા.
લિ. આપનો હિતેચ્છુ શ્રાવક,
રજની શાહ
પત્રાવલિ-૮૮ પ્રભુની પ્રભુતા પામીએ
મંગળવાર, તા. ૩૧મી જુલાઈ, ૨૦૦૭
વીર સંવત ૨૫૩૩ ને અષાઢ વદ ૨ સૌજન્યશીલ સુશ્રાવક પૂજય શ્રી, (શ્રી મહેન્દ્રભાઈ શાહ, અમદાવાદ.)
મારા ચરણસ્પર્શભર્યા પ્રણામ.
આપનો તા. ૧૬મી માર્ચ, ૨૦૦૭નો લખેલ પત્ર મને મળ્યો. મારા પ્રત્યે આપના રાગના અને સુમધુર ભાવનાં દર્શન કર્યા. વાંચી અપાર આનંદ થયો. હસ્તલિખિત પત્ર અને E-mail વિષયક સચિત-અચિતનો ભેદ આપશ્રીએ સચોટ રીતે દર્શાવ્યો છે.
આપની તબિયત ક્રમશઃ સારી થતી જાય છે, તે જાણી આનંદ અને સંતોષ. “અત્યંતર તપ યાત્રા વિષય ઉપર મેં અમેરિકામાં શિબિર યોજેલ. તે વિષયના મંગલાચરણમાં પૂ. શ્રી યશોવિજયજી મહોપાધ્યાય વિરચિત “જ્ઞાનસારમાંથી એક શ્લોક કહેલ. તે શ્લોક અહીંયાં યથાર્થપણે પ્રસ્તુત કરું છું.
४४०
શ્રુતસરિતા Jain Education International 2010_03
પત્રાવલિ
For Private & Personal Use Only
www.jainelibrary.org