Book Title: Shrutasarita
Author(s): Rajnibhai C Shah
Publisher: Narendra Mulchand Shah Mumbai

View full book text
Previous | Next

Page 463
________________ બની ગુણને મેળવી લેવા માટે શ્રુતશરણે (જિનવાણીના શરણે-કેવલી પન્નત ધમ્મ શરણં પવામિ) જઈ કૃતનિશ્ચયી આપણે બનીએ તો આજે અઘરા લાગતાં અનુષ્ઠાનો કે ગુણો મેળવવા સહેલા લાગે. મારો તો સ્વાનુભવ છે કે ધર્મક્રિયામાં સતત પ્રયત્નશીલ રહેવાથી એક દિવસ તો અવશ્ય સારો ભાવ આવી જાય છે કે જે પછીના આપણા શેષજીવનમાં તે શુભ ભાવ ટકી જાય છે. શ્રી સાધુ/પૂ. મહાસતીજી સમાગમ, જિનવાણીનું શ્રવણ-આચરણ અને સદ્અનુષ્ઠાનના યોગે અનેક જીવો ભવસાગર તરી ગયા છે, તો દિલીપભાઈ, આપણે કેમ નહીં ? દિલીપભાઈ, અપ્રાપ્ત ગુણની પ્રાપ્તિ માટે અને પ્રાપ્ત ગુણની અભિવૃદ્ધિ કે ખિલવણી માટે આપણે પ્રતિદિન ધર્મશ્રવણ કરવું જોઈએ. પ્રત્ય, ધર્મ શ્રવમિતિ । ધર્મશાસ્ત્રનું શ્રવણ અનંત ગુણના લાભનું અમોઘ કારણ બને છે. તેના વડે, સંતાપયુક્ત ચિત્તને શાંત બનાવી સ્થિર બનાવી શકાય છે. પરદેશમાં ધર્મશાસ્ત્રનું શ્રવણ સંભવિત હોતું નથી. માટે, જાતે અથવા કોઈ અભ્યાસી શ્રાવક-શ્રાવિકાની સહાયથી ધર્મશાસ્ત્રના અભ્યાસની, વાચનની, મનનથી ચિંતનથી સુટેવ પાડવા જેવી છે. મુખ્યત્વે ધર્મ એક પ્રકારે હોવા છતાં અનુષ્ઠાતાના ભેદે બે વિભાગમાં વહેંચાય છે. સર્વવિરતિ ધર્મ અને દેશવિરતિ ધર્મ (ગૃહસ્થ ધર્મ). ગૃહસ્થ ધર્મના પણ તથાવિધ અનુષ્ઠાતાના ભેદે પુનઃ બે પ્રકાર પડે છે - (૧) સામાન્ય ગૃહસ્થ ધર્મ (૨) વિશેષ ગૃહસ્થ ધર્મ. સઘળો શ્રાવક-શ્રાવિકા સમુદાય સામાન્ય રીતે જે જે આચારોને માન્ય રાખે તે બધો સામાન્ય ગૃહસ્થ ધર્મ. અર્થાત્ આત્મશ્રેય માટે સર્વમાન્ય જે સદાચારને પાળે તે સામાન્ય ગૃહસ્થ ધર્મ. વિશેષ ગૃહસ્થ ધર્મ એટલે કે ગ્રંથિભેદ કર્યા બાદ જે આંશિક આત્માનુભવરૂપ સમ્યગ્દર્શન અને અપેક્ષાએ પાપ નહીં કરવા રૂપ સ્થૂલ વિરતિ અર્થાત્ અણુવ્રત વગેરેનો સ્વીકાર કરવો તે. દિલીપભાઈ, ક્યાં સુધી આપણે સામાન્ય ગૃહસ્થ ધર્મી બન્યા રહેવાનું, તે આપણે જ નક્કી કરવાનું છે. કોઈ કહેવા આવનાર નથી. ક્ષણે ક્ષણે આયુષ્ય ઘટતું જ જાય છે. મારી સમજણ અનુસાર, મુક્તિ, મુક્તિના સાધનો, મુક્તિમાર્ગના ઉપદેશકો (પૂ. મહાસતીજી આદિ), અને મુક્તિના સાધકો તરફ આપણે રાગ અને આદર કેળવવો જોઈએ. આ એક જ ગુણ બાકીના સઘળા ય ગુણોને ખેંચી લાવે છે. આ સઘળા ગુણો ભેગા મળી આપણને આત્મવિકાસના પંથે આગળ લઈ જશે અને અંતે કેવળજ્ઞાનરૂપી પૂર્ણ પ્રકાશને પમાડશે. અમેરિકામાં આ વર્ષે બે વિષયો પર મને શિબિર કરાવવાનો લાભ મળેલ. (૧) પુણ્ય પ્રકાશનું સ્તવન (૨) માર્ગાનુસારીના ૩૫ ગુણ. આ બન્ને શિબિર વિષયક મેં તૈયાર કરેલ લખાણ આ સાથે, આપણી જાણ સારું મોકલું છું. આપના આમંત્રણ બદલ ફરીથી આભાર. શ્રુતસરિતા Jain Education International 2010_03 * * * ૪૩૮ For Private & Personal Use Only * લિ. આપનો સાધર્મિક, રજની શાહ પત્રાવલિ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474