Book Title: Shrutasarita
Author(s): Rajnibhai C Shah
Publisher: Narendra Mulchand Shah Mumbai

View full book text
Previous | Next

Page 472
________________ (પત્રાવલિન પ્રતિભાવ જાણનારને જાણવો એ જ ધર્મ, નિશ્ચયને છોડો મા વ્યવહારને તરછોડો મા' આદરણિય સુજ્ઞ શ્રી રજનીભાઈ, કુશળ હો. તમારો પત્ર મળ્યો. વ્યવહારમાં પણ મૂલ્યવાન વસ્તુ મેળવવા તે પ્રમાણે મૂડી જરૂરી બને છે. માનવજીવન ઘણા મૂલ્ય મળ્યું છે. તે મળ્યા પછી ગુણવૃદ્ધિની મૂડી ભેગી ન કરી તો જીવન ફૂટી બદામ જેવું નિવડે. સાધકે વિચારવું જોઈએ કે ખરેખર તે અનંતગુણ નિધાન સ્વરૂપ પ્રાપ્તિ માટે ઝંખે છે; પ્રભુના સન્માર્ગે જવું છે ! સંસાર દુઃખમાં કે શુભમાં દુઃખરૂપ, ત્યાજય જણાયો છે ! તો હવે પેલી માગનુસારિતાના ગુણોને લઈને આગળ ચાલ. ૯૦ લાખ થયા છે ૧૦ લાખની મહેનત કરી લે એટલે તું કરોડપતિ, આ માર્ગનો શ્રાવક એ શ્રાવકપણાના પ્રથમનું માપક યંત્ર ૨૧ ગુણો છે. જે તમે પત્રમાં જણાવ્યા છે. આ ગુણમાં પ્રવેશ: અહીં આવ્યો એટલે કર્મો નષ્ટભ્રષ્ટ થઈ એક સાગર કોડાકોડી હીન થયા. 100 માઈલ જવાનું હતું ૯૦ માઈલે પહોંચ્યો. ગંતવ્ય સ્થાનની નિશાનીઓ મળતી થઈ. અને કોઈ કાળલબ્ધિએ ચરમ યથાપ્રવૃત્તકરણના વિશુદ્ધ અધ્યવ્યસાય વડે, અંતરના અપૂર્વ ઉલ્લાસ વડે અપૂર્વકરણમાં પ્રવેશ કરી, અધ્યવસાયની શુદ્ધિના બળે અનિવૃત્તિકરણમાં પ્રવેશ પામ્યો. અહીં એવી આત્મશાંતિ અનુભવે છે કે પાછો ન જતા આગળ વધી અંતરકરણ વડે, મિથ્યાત્વને છોડી સમ્યકત્વ પામી લે છે. તે જ વખતે આંશિક મુક્તિને અનુભવે છે. સત્તર પાપનું એકમ, પૂરા સંસારના પરિભ્રમણનું કારણ. જીવના ઉપયોગમાં ભળી જનારા રાગાદિભાવોની મલિનતા, પૌગલિક સુખબુદ્ધિ, આવા અનેક બાધકતત્ત્વોનો અહીં ગોટો વળી જાય છે. મિથ્યાત્વથી મુક્તિ મળે છે. સમકિત સાથે સગાઈ કીધી, સપરિવાર શું ગાઢી, મિથ્થામતિ અપરાધણ જાણી, ઘરથી બહાર કાઢી. હો મલ્લિજિન... - શ્રી આનંદઘનજી સવાર થતાં પહેલાનું પ્રભાત. આત્મા અનંતશકિત ધારક છે. તેનો એ અંશ પણ શકિતમાન હોય ને ? આથી સમ્યગુ દશા શમ-સમભાવ, સંવેગ-મોક્ષાભિલાષ, નિર્વેદ-સંસાર પ્રત્યે અબહુમાન, આસ્થા, દેવ, ગુરૂ અને સ્વ-પર દયારૂપ ધર્મની અપૂર્વ શ્રદ્ધા, સ્વાત્માની દ્રષ્ટિયુક્ત શ્રદ્ધા, અનુકંપા, જીવમાત્ર સાથે વાત્સલ્ય નિર્વેરબુદ્ધિ. આવી ભૂમિકા સાથેનો પરિવાર તો અજબ ગજબનો છે. નિઃશંકિત સમ્યકત્વની આત્માનુભૂતિમાં તેને ગજબનું દર્શન થયું કે અહો ! આવા પરમ શાંતરસમય મારું સ્વરૂપ ? હવે શંકા શાની? ભય, મોહ, વિકલ્પ ક્ષોભ શો ? નિકાંતિ : સ્વમાં સુખ ભર્યું છે તો બહારની દોડ કઈ આકાંક્ષાઓ માટે ? સ્વમાં ઠરી જવું છે ભલે સંસાર દૂર રહી જાય. નિર્વિચિકિત્સા : સ્વરૂપમાં કંઈ જુગુણિત છે નહિ. પછી સ્વાત્મા કે અન્ય સૌ પ્રત્યે ઋજુભાવ. અમૂરદ્રષ્ટિ: દિશા ફરી દશા ફરી, દ્રષ્ટિમાં કુશાગ્રતા વિકસી. હિતાહિતની વિવેકબુદ્ધિ સહજ બની. પત્રાવલિ ४४७ શ્રુતસરિતા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 470 471 472 473 474