Book Title: Shrutasarita
Author(s): Rajnibhai C Shah
Publisher: Narendra Mulchand Shah Mumbai

View full book text
Previous | Next

Page 471
________________ એક વખત મેં તેઓશ્રીને મારી સાંસારિક મુંઝવણની વાત કરી અને તે અંગે કોઈ અનુષ્ઠાન નિવારણાર્થે કરવા માટે પૂછયું. તેઓશ્રીએ એક ચિઠ્ઠી લખી મને પૂ. ભાનુચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબ પાસે તે વિષય અંગે મોકલ્યો. અને ત્યાંથી પરિચય શ્રી આચાર્ય ભગવંતનો થયો. પૂ. ભાનુચંદ્રસૂરિજીએ ખાસ કરીને મંત્ર-યંત્ર રહસ્યના ગ્રંથો, જૈનભૂગોળ અને લોકપ્રકાશ (દ્રવ્યલોક, ક્ષેત્ર લોક, કાળલોક અને ભાવલોક) વિ. ગ્રંથો ખૂબ મહેનત કરી મને ભણાવ્યા. અન્ય પૂ. સાધુ ભગવંતો પાસેથી સમય, સંજોગ અને શક્તિ અનુસાર મને ભણવાનો લાભ મળ્યો. આમ, બેન, જે પૂજય સાધ્વીજી મહારાજને હું મારા ‘યાકિની મહત્તરા' સમાન ગણું છું, તેઓશ્રીનું નામ ‘પૂજય સુનંદાશ્રીજી' હતું. અમેરીકા કાયમી આવવાના એક અઠવાડિયા અગાઉ હું તેઓના શિષ્યાશ્રીજીને ઘાંચીની પોળે દર્શન કરવા ગયેલ. પૂ. સુનંદાશ્રીજીએ મને કહેલ કે આર્યભૂમિ છૂટશે તેવું દેખાય છે. મેં કહ્યું કે અનાર્યભૂમિમાં જઈ ધર્મના સંસ્કારો હું કેવી રીતે ટકાવી રાખીશ ? ધર્મના મૂળીયાં અમેરીકામાં ભીના રાખવા એ સામા પાણીએ તરવા જેવી વાત છે. મારી શંકાની બાબતમાં, પૂ. શ્રી સુનંદાશ્રીજીએ તે વખતે જ પ્રત્યુત્તર આપેલ કે તું એમરીકા જઈશ એટલે આ પૂ. સુનંદાશ્રીજી સાધ્વીજી તો નહીં આવે; પણ કોઈને કોઈ ‘સુનંદાબેન' તો અવશ્ય આવશે જ, કે જે તારા ધર્મના મૂળીયાં ભીના રાખવામાં સહાયક અને માર્ગદર્શક બનશે. બસ, તું તેમને, તેમના વચનને, તેમની આજ્ઞાને અનુસરજે અને તારૂં કલ્યાણ થતું કોઈ અટકાવી નહીં શકે. બેન, આપશ્રીમાં દર્શન મને તો પૂ. સુનંદાશ્રીજીનું થાય છે. માટે, સ્વાભાવિક પણે મારો ધર્મરાગ આપશ્રી પ્રત્યે હોય જ. પૂ. શ્રી સુનંદાશ્રીજીએ ૧૦૦ આયંબીલની વર્ધમાન તપની ઓળી ચઢતીઉતરતી બન્ને કરી હતી. તેઓશ્રી ખૂબ તપસ્વી અને પ્રભાવશાળી હતા. મને ખ્યાલ નથી કે આપને કોઈ વાર તેઓશ્રીના દર્શન થયેલા ! આ સાથે તેઓશ્રીના ફોટાની નકલ મોકલું છું. આપશ્રીની ‘મારી મંગલયાત્રા' આખી વાંચી. આપશ્રીએ લખ્યું છે તે રીતે, આ પુસ્તક આપશ્રીની માત્ર જીવનકથા નથી; પરંતુ અનેક આધ્યાત્મિક સંવાદો, ઘટનાઓ અને આશીર્વાદનો ઉલ્લેખ એમાં કરેલ છે. આ ગ્રંથ સાચે જ એક અનુમોદનીય પુરૂષાર્થ તો છે જ; પરંતુ સાથો સાથ અનેક બાબતો પ્રેરણારૂપ છે. અશુભ કર્મોનો ઉદય અને શુભ કર્મોના ઉદય વેળાએ સર્જાયેલી પરિસ્થિતિ, માનસિક અવસ્થા વિ. નું પણ સુંદર વિશ્લેષણ આપશ્રીએ કરેલ છે, ધન્ય છે આપના માતા-પિતાને કે જેઓએ આપનામાં આવા સુશોભિત સુસંસ્કારોનું સિંચન કર્યું. આપના અગાઉના પત્રોની ૧,૦૦૦ જેટલી નકલ સ્વાધ્યાયમાં બધાને વહેંચી હતી અને ૩૦૦ વધુ તો મેં ટપાલથી અન્યત્ર મોકલી હતી. મને પણ આવી પ્રભાવનાનું પત્રો રૂપી સાધન આપો છો, તે બદલ ઋણી છું. લિ. રજનીભાઈના પ્રણામ તા.ક. : મેં પૂછ્યું હતું કે મારા વિષે આ તમે અંતરના ભાવ લખ્યા છે કે વાસ્તવિક બીના છે. તેમણે કહેલું જેવું બન્યું છે તેવું લખ્યું છે. * * શ્રુતસરિતા Jain Education International 2010_03 * * ૪૪૬ For Private & Personal Use Only * પત્રાવલિ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 469 470 471 472 473 474