________________
પત્રાવલિ-૮૭ જેનાથી બધું સમાય તે આજ્ઞા
ગુરુવાર, તા. ૧૦મી મે, ૨૦૦૭
વીર સંવત ૨પ૩૩ ને વૈશાખ વદ ૮
શ્રી મુનિસુવ્રત સ્વામી જન્મ કલ્યાણક શુભ દિન સૌજન્યશીલ સ્વજન અને સમ્યકરત્ન ઝવેરી શ્રી નગીનભાઈ, સિંગાપોર.
આપની સાથે થોડાક સમય અગાઉ ફોન પર વાત થયાનો મને ખૂબ આનંદ થયો હતો. આપશ્રીની ભલામણથી અને અપૂર્વ અનુગ્રહથી, લંડનથી ધર્મપ્રભાવક શ્રી નેમુભાઈ ચંદેરિયાનો મારા ઉપર ફોન હતો અને ત્યાં જવા મને આમંત્રણ પાઠવ્યું હતું. મસ્કતથી શ્રી દિલીપભાઈનો પણ પત્ર મને નિમંત્રણ પાઠવતો મળ્યો છે. મેં તેઓને પ્રત્યુત્તર લખ્યો છે. નકલ આપની જાણ સારું આ સાથે મોકલું છું.
મારા ગયા પત્રમાં લખ્યા મુજબ, આપશ્રીએ નવકાર ગણવાનો અને સામાયિક કરવાનો પ્રારંભ કરી દીધો હશે. પૂ. શ્રી ભદ્રબાહુસ્વામી, જે અંતિમ ચૌદ પૂર્વધર હતા, તેઓશ્રી લિખિત “આવશ્યક સૂત્ર'માં જણાવે છે કે સામાયિક એ સાધ્ય છે અને એ સાધ્યને સિદ્ધ કરવાના સાધનો બાકીના પાંચ આવશ્યક છે. આમ, છ આવશ્યકનું વિશ્લેષણ યથાર્થપણે કરતાં “સામાયિક’ આવશ્યક પર ખૂબ ભાર મૂકવામાં આવે છે.
ભાઈ, જૈનશાસનનું હાર્દ જિનાજ્ઞા છે. જિન વિના જિનાજ્ઞા નહીં અને જિનાજ્ઞા વિના જૈનશાસન નહીં. રાગ-દ્વેષાદિ આંતરશત્રુઓને જીતે તે જિન. એવા શ્રી જિનેશ્વર ભગવંતે સ્વયં કેવળજ્ઞાનદર્શનથી જોયો-જાણેલો રાગ-દ્વેષાદિ આંતરશત્રુઓને જીતવાનો માર્ગ બતાવ્યો એ જ જિનાજ્ઞા.
શ્રી જિન કયારેય આજ્ઞા કરતા નથી. એ વસ્તુ સ્વરૂપનું નિદર્શન માત્ર જ કરાવતા હોય છે. એમને સમર્પિત જૈન માત્ર માટે એ ઉપદેશ જ પરમ આજ્ઞા સ્વરૂપ બની જતો હોય છે. કારણ કે એ ઉપદેશને ઝીલીને જ આત્મા પરમાત્મપદ કરી શકે. સીંગાપુરની શિબિરમાં મેં આ બાબત વધુ વિશ્લેષણથી સમજાવી હતી. ઈતર ધર્મો એટલે ધર્મને બનાવનાર અને જૈન ધર્મ એટલે ધર્મને બતાવનાર. ધર્મને બનાવનાર આજ્ઞા આપે અને ધર્મને બતાવનાર ઉપદેશ આપે.
ભાઈ, જિનની ઉપદેશાત્મક સઘળી આજ્ઞાઓનો સરવાળો એટલે જૈન શાસન. બીજી રીતે કહું તો જૈન શાસનને સમજવું હોય તો તેણે જિનની આશાઓને સમજવી પડે. આજ્ઞા શબ્દની વ્યુત્પત્તિ પણ આવો જ બોધ આપણને આપે છે.
મમત્તાત્ જ્ઞાયતે ત નાજ્ઞા | અર્થ : જેનાથી બધું જ જણાય તે આજ્ઞા.
જરા વિસ્તારથી આ વ્યાખ્યાને આપણે ખોલીએ તો આપણને કેવળજ્ઞાન અને કેવળદર્શન સુધી પહોંચાડે તે આશા'. આ પરમાર્થ મળ્યા વિના નહીં રહે. સિદ્ધ ભગવંતો જિનાજ્ઞાના પરમોચ્ચ શિખરે આરૂઢ થયેલા છે. ભાઈ, તમારે, અમારે, આપણા સહુએ કે જગતના કોઈ પણ જીવને સુખની ભેટ આપનાર આશા-સામ્રાજ્ય જ છે. દુ:ખથી હંમેશ માટે મુક્તિ આપનાર તત્ત્વ પણ એ જ આજ્ઞાશાસન છે. જે કોઈ આ તારક આજ્ઞાશાસનના શરણે આવ્યા તે સુરક્ષિત બન્યા. જેમણે જિનાજ્ઞાને ફગાવી તે ચોર્યાશીના ચક્કરમાં અનંત દુ:ખનો મેરુભાર વહેવા માટે ફેંકાઈ ગયા. પત્રાવલિ
૪૩૯
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org