________________
પરમ તારક પૂજ્ય બેનશ્રીના, પદપંકજમાં ભાવવિભોર હૈયે મારું સાદર સમર્પણ.
ભક્તિયોગના અધિષ્ઠાતા સ્વ. પૂ. શ્રી કલાપૂર્ણસૂરિજીના ગુરુમંદિરમાં આર્થિક સહયોગરૂપી અપૂર્વ લાભની અમને તક આપવા બદલ, હું આપનો ખૂબ ઋણી છું.
આપનું સ્વાસ્થ્ય સુધરતું જાય તેવી અમારી શાસનદેવને પ્રાર્થના. આપશ્રીના દર્શનની અને આશીર્વાદની નિરંતર હું અભિલાષા સેવું છું.
* * * * પત્રાવલિ-૮૨
ઉપકરણ આત્મ-શ્રેયાર્થે છે
લિ. રજનીભાઈ શાહ
મંગળવાર, તા. ૯મી ઑગસ્ટ, ૨૦૦૬ વીર સંવત ૨૫૩૨ને શ્રાવણ સુદ ૧૫
શ્રી મુનિસુવ્રત સ્વામી ચ્યવન કલ્યાણક શુભદિન.
ગુણરત્ન રત્નાકર જિનશાસન પ્રવચન પ્રભાવક પૂજ્ય બેનશ્રી, (પૂ. શ્રી સુનંદાબેન વોહોરા, અમદાવાદ.) આપશ્રીને મારા અંતઃકરણપૂર્વક અને અહોભાવપૂર્વક પ્રણામ.
આપશ્રીનો તા. ૨૯મી જુલાઈ, ૨૦૦૬નો ભાવશ્રુત-પ્રસાદીરૂપ પત્ર મળ્યો.
આપના ભાવો જાણવાથી, માણવાથી અને ચિંતન કરવાથી મને ખૂબ આનંદ થયો. ચાર પ્રકારના ચક્ષુ પૈકી (દિવ્ય ચક્ષુ, અવિધ ચક્ષુ, આગમ ચક્ષુ અને ચર્મ ચક્ષુ) આગમચક્ષુ દ્વારા આપણને ઉપલબ્ધ થયેલા માપકયંત્રોની અને તેના વડે સ્વયંની ચકાસણીની વાત આપશ્રીએ સચોટ, સક્ષમ અને સુંદર રીતે રજૂ કરી છે. આપશ્રીની રજૂઆત યથાર્થ છે કે સ્વાત્માના ઘરના સુખ માટે શુદ્ધોપયોગ સાધન છે અને શુદ્ધોપયોગ માટે શુભ ભાવ સાધન છે.
ગયા મહિને એડીસન, ન્યુજર્સીમાં, ‘સામાયિક યોગ’ વિષય ઉપર ચાર કલાકની સ્વાધ્યાય શિબિર યોજવાનો લાભ મને મળ્યો હતો. મારા પુરુષાર્થનો સારાંશ એ હતો કે ‘સામાયિક’નું ફળ ‘સમભાવ’ છે. સમભાવની પ્રાપ્તિ માટે એક માત્ર સાધન છે—સ્વના સાધનો ઉપર ચિંતન કરવા વડે પ્રાપ્ત થતું સ્વરૂપદર્શન’. સ્વમાં સ્થિરતા આવે, તો જ સ્વસ્થતા આવે. સ્વમાં અવસ્થા તેનું જ નામ ‘સ્વાસ્થ્ય’ છે. માટે, સામાયિકમાં ‘પરના’ સાધનો છોડીને ‘સ્વના’ સાધનો પકડવા જોઈએ. સામાયિકમાં ચિંતન કરવા યોગ્ય વિષયોની યાદી મેં સ્વાધ્યાયીઓને વહેચી હતી, જે આ સાથે સામેલ છે.
આવા પ્રકારના ચિંતન વડે જ સામાયિક ક્રિયા સાચા અર્થમાં એક અભૂતપૂર્વ યોગ બની જશે, કે જે પરિણામે સંવ૨-નિર્જરાનું સબળ સાધન બની જશે. પૂજય આચાર્યશ્રી ભુવનભાનુસૂરિજી ફ૨માવે છે કે છ આવશ્યક પૈકી પ્રથમ આવશ્યક ‘સામાયિક’ જ સાધ્ય છે; બાકીના પાંચ આવશ્યક તો તેના સાધનો છે. ક્યાં સુધી સામાયિકમાં શ્રુતવાંચન, નવકારવાળી, અનાનુપૂર્વી, નવસ્મરણ, સૂત્રો ગોખવાના
શ્રુતસરિતા
પત્રાવલિ
Jain Education International 2010_03
www.jainelibrary.org
૪૨૬
For Private & Personal Use Only