Book Title: Shrutasarita
Author(s): Rajnibhai C Shah
Publisher: Narendra Mulchand Shah Mumbai

View full book text
Previous | Next

Page 457
________________ અને જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ત્રિગુણકારક હોવા છતાં ઘણા જૈનોના જીવનમાં દૈનિક ધોરણે વણાયેલી નથી. પ્રતિક્રમણ નામનું આ અનુષ્ઠાન માત્ર એક કર્તવ્યરૂપ કે આવશ્યકરૂપ નથી; પણ અરિહંત પરમાત્માએ સૂચવેલ નિત્ય છ આવશ્યકની સહજ બજવણી થઈ જાય એ રીતે ગૂંથાયેલો “અમૃત સિદ્ધિયોગ” છે. આ અમૃતક્રિયાનો પ્રભાવ, મહિમા, આવશ્યકતા અને દુર્લભતા સમજાયા વિના જીવ આ આવશ્યકમાં પ્રવૃત થતો નથી. પ્રતિક્રમણની પરિપૂર્ણતા માટે, આ સભાવી ક્રિયાને “ક્રિયાવંચકયોગ બનાવવા માટે ચાર પ્રક્રિયામાંથી પસાર થવું : (૧) Remembering - યાદ કરો કે આજે ના કરવા જેવું શું શું કર્યું અને કરવા જેવું શું શું ના કર્યું? (૨) Rethinking - વિચારદિશા બદલો. પાપોનો ત્યાગ વધુ ને વધુ થાય અને અલ્પ કર્મબંધ થાય તેવા નિમિત્તો સેવવાનું આયોજન કરો. જીવનને જીવવા તરફના વિચારનું વહેણ બદલો. (૩) Returning - પાપથી પાછા ફરો. દુષ્કતની ગહ ગુરુસાક્ષીએ કરી પાછા ફરો. (૪) Relieving - ધોવા આપેલાં કપડાં અને ધોવાઈને આવેલાં કપડાં વચ્ચે જેવો ફરક છે તેવો ફરક પ્રતિક્રમણ પહેલાંના અને પ્રતિક્રમણ કર્યા પછી આપણા મન-બુદ્ધિ-વ્યવહાર આપણામાં આવવો જોઈએ. મેલાં કપડે ગમે ત્યાં બેસી જઈએ. તો ચાલી જાય; હવે ધોયેલા કપડે આ ના ચાલે ! પૂજય પંન્યાસ અભયશેખર વિજયજી મ.સા.એ કહ્યું છે કે પ્રકૃતિ પાસે વીડીઓ (Video), ઓડીઓ (Audio) અને સાઈકો (Psycho) - ત્રણ પ્રકારની કેસેટ છે. આપણા સારા કે નરસા આચાર, ઉચ્ચાર કે વિચાર તેમાં ઝિલાયા વિના રહેતા નથી. પરભવે ફિલ્માંકન થનારી આ કેસેટમાંથી અનિચ્છનિય દેશ્યોને ડબીંગ (Dubbing) દ્વારા કેન્સલ કરવાની અદ્ભુત પ્રક્રિયા તે પ્રતિક્રમણ. (૮) પુણ્યના લક્ષણવાળો ધર્મને જ ઉપાદેય સમજવો ? (૮) આનો ઉત્તર અપેક્ષાએ સમજવો. પુણ્યાનુબંધી પુણ્યના વિવિધ ભાંગાઓને અપેક્ષિત સમજવો. પુણ્યના લક્ષણવાળો જે ધર્મ છે તે આશંસા-દોષવાળો હોવાથી જીવને ચાર ગતિમાં રખડાવનારો છે. પુણ્ય એ સોનાની બેડી છે અને પાપ એ લોખંડની બેડી છે; પણ પારાંચના અવિશેષપણાને લીધે બન્નેમાં ફળભેદ નથી. આ જ વાતની પુષ્ટિમાં પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી “અધ્યાત્મસાર'માં ફરમાવે છે : सर्व पुण्यफलं दुःखं, कर्मोदय कृत्तत्वतः । तत्र दुःख प्रतिकारे, विमूढानां सुखस्य धीः ।। અર્થ : પાપનું ફળ જેમ દુઃખ અને બંધન છે, તેમ કર્મોદયરૂપ હોવાથી પુણ્યનું ફળ પણ દુઃખ જ છે. છતાં દુઃખના પ્રતિકારરૂપ સુખમાં પણ વિમૂઢોને સુખ બુદ્ધિ થાય છે. સંસારમાં ધર્મ જ ઉપાદેય છે. ધર્મનો અર્થ “ધૂ' ધાતુ બનેલ શબ્દ “ધર્મ'ની રીતે લેવો. ભાગત્યાગ-વૈરાગ્ય-વીતરાગ-આ પ્રક્રિયા તરફ અનુક્રમે આપણું પ્રયાણ એ જ ધર્મ. જિનાજ્ઞાપાલન એ જ ધર્મ. શ્રુતસરિતા પત્રાવલિ For private ૪૩ ૨ For Private & Personal Use Only Jain Education International 2010_03 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474