Book Title: Shrutasarita
Author(s): Rajnibhai C Shah
Publisher: Narendra Mulchand Shah Mumbai

View full book text
Previous | Next

Page 460
________________ સંઘના સ્થાપક-સેવક અને શ્રેયસ્કર શ્રાવક ભાઈશ્રી, તા. ૬ઠ્ઠી માર્ચના રોજ હું તથા મારા ધર્મપત્ની અરુણા આપની તથા આપના સંઘની સુવાસ સાથે સુખરૂપ અમેરિકામાં પહોંચી ગયા છીએ. શિબિરમાં મારો પ્રયાસ આપ સર્વેને હિતકર, બોધકર અને રુચિકર લાગ્યો, તે જાણી મને સ્વાભાવિકપણે આનંદ અને સંતોષ થયો. આપને તથા આપના સંઘને પ્રથમ વાર મળી મને અનહદ આનંદ આવ્યો. રૂબરૂ મળવાની આવી અજોડ તક મને આપ સૌ દ્વારા સાંપડી, તે બદલ આપનો આભાર માનું છું. અમારી મહેમાનગતિ અને આપશ્રી દ્વારા મને વ્યક્તિગત આપના ઘેર બોલાવી કરેલ સાધર્મિક બહુમાનપૂર્વક ભક્તિ સાચે જ અનુપમ અને અવર્ણનીય હતી. ભાઈ, આપણા સૌમાં પરમ શ્રદ્ધાનું બીજ કેમ પાંગરે, સંસાર પરથી રાગ કેમ દૂર થાય, સંયમની તાલાવેલી કેમ જાગે, જિનાજ્ઞાપ્રધાન જીવન કેવી રીતે જિવાય, વ્યાધિમાં સમાધિ કેમ રખાય, કર્મનિર્જરાનું લક્ષ્યની સાથે સાથે આશ્રવનિરોધ એટલે કે સંવર કેમ સાધી શકાય; અને આ બધામાંથી પરમ શ્રેય સાધીને લોકોત્તર ક્રિયા કરતાં કરતાં મોક્ષનું સુખ પ્રાપ્ત કરવું સુગમ અને સરળ બની જાય છે, તેવું આપણાં શાસ્ત્રો-આગમાં સ્પષ્ટપણે દર્શાવે છે. ધર્મનો મર્મ સમજાવતી આગમવાણી વૈરાગ્ય રેલાવતી, મિથ્યાત્વ કાપતી, સમ્યકત્વ જગાડતી, દેશવિરતિ વિકસાવતી, સંયમમાં જોડતી, સન્માર્ગે દોરતી, મોહને છેદતી, રાગ-દ્વેષને બાળતી, સંશયને છેદતી, શાસનરસ છલકાવતી અને આપણને સૌને અનંત આત્મવૈભવનું દર્શન કરાવતી અને જન’ માંથી “જૈન” અને “જૈન” માંથી “જિન” બનવાનું સબળ અને પ્રબળ નિમિત્ત પૂરું પાડે છે. આપણે લક્ષ્ય તો બરોબર જિનેશ્વર ભગવંત સમાન બનવાનું ગોઠવી રાખ્યું છે; પરંતુ હવે, હવે આપણે આપણાં લક્ષણો તદ્અનુસાર કેળવવાં તો પડશે ને? આ ભવનું આયુષ્ય પાણીના પરપોટાની માફક પૂર્ણતાને આર ક્યારે આવી જશે, તેની ખબર તો આપણને નથી. ચરમ શાસનપતિ તીર્થકર શ્રી મહાવીર સ્વામી ભગવન્ત શ્રી ગૌતમ સ્વામી દ્વારા આપણને સૌને ઉપદેશ આપે છે કે “એક પણ સમયનો પ્રમાદ કરીશ નહીં.” પ્રમાદની પથારી છોડી આપણે, ભાઈ, સમજણના ઘરમાં બેસવું જ પડશે. અને તે માટે, અઢાર પાપસ્થાનકના ઉકરડામાંથી વિરમી રત્નત્રયીની અભુત સુવાસ પ્રગટાવનારી પરમ કલ્યાણમયી જ્ઞાનસહિત ક્રિયાની આવશ્યકતા આપણે સમજી આપણા રોજિંદા જીવનમાં ઉતારવી પડશે, અપનાવવી પડશે. - ભાઈ, આપશ્રીની સંઘસેવા તો સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે; અનુમોદનીય છે; અનુકરણનીય છે. આપ બન્નેનો ધર્મરાગ અને ધર્મચિ સાચે જ પ્રશંસનીય છે. ધન્ય છે આપ બન્નેને અને આપ બન્નેના પરમ ઉપકારી માતા-પિતાને કે જેઓએ આપ બન્નેમાં ધર્મના આવા સુશોભિત સુસંસ્કારોનું સિંચન કર્યું છે. ભારોભાર ભાવપૂર્ણ ધર્મપરાયણ એવા આપશ્રીના પરિવાર સાથે મારે પરિચય થયો તે મારા માટે ચિરસ્મરણીય બની રહેશે, ગૌરવપૂર્ણ બની રહેશે. શ્રી સિદ્ધ ભગવત્ત બનવાના સિદ્ધ ઉપાયો : પત્રાવલિ શ્રુતસરિતા ૪૩૫ For Private & Personal Use Only Jain Education International 2010_03 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474