Book Title: Shrutasarita
Author(s): Rajnibhai C Shah
Publisher: Narendra Mulchand Shah Mumbai

View full book text
Previous | Next

Page 456
________________ શુભ ભાવના - વિધેયક વ્યાખ્યા આર્ત-રૌદ્રનો પરિત્યાગ - નિષેધ વ્યાખ્યા (૨) “નિગોદ' શબ્દની વ્યુત્પત્તિ અર્થ ? (૨) નિ = નિરંતર ગો = ભૂમિ (અનંત ભવ માટે ભૂમિ) દ = દેનારું સ્થાન (૩) વસ્તુઓની પ્રાપ્તિ કેટલી રીતે થાય? (૩) કેટલીક વસ્તુઓ પુણ્યોદયથી પ્રાપ્ત થાય; કેટલીક વસ્તુઓ પુરુષાર્થથી મળે છે, તો કેટલીક ક્ષયોપશમભાવથી મળે છે. (૪) જીવનમાં વ્યવહાર ધર્મના પ્રવેશની કેટલી રીતો છે ? (૧) અશુભનો ત્યાગ (૨) શુભનો સ્વીકાર ૧. અશુભનો ત્યાગ અને શુભનો સ્વીકાર કરવાની ભાવના = સમ્યગ્દર્શન ૨. અશુભને અશુભ તરીકે જાણીને ત્યાગ અને શુભને શુભ તરીકે જાણીને સ્વીકાર = સમ્મચારિત્ર ૩. અશુભનો સર્વથા ત્યાગ અને શુભનો સર્વથા સ્વીકાર = સમ્યફચારિત્ર (સર્વ વિરતિ) નિશ્ચયધર્મ = નિશ્ચયથી શુભાશુભ બંનેથી મુક્ત તેવી સ્વભાવદશા તે નિશ્ચય મોક્ષ માર્ગ. (૫) કટાસણું ‘કાસન' કેમ કહેવાય? (૫) જે આસન ઉપર વધુ સમય બેસી રહેતાં કષ્ટ અનુભવાય છે. (૧) પાતળું હોય છે. (૨) ઊનનું હોય છે. (૩) ભીત કે અન્ય કોઈ ટેકા વિના બેસવાનું હોય છે. (૪) તૈજસ શરીરની થતી સક્રિયતા દારિક શરીરને થોડીક પ્રતિકૂળતા પેદા કરે છે (૫) અનાદિથી પડેલી સાવધ યોગની ક્રિયાઓની ટેવને થોડી નિરવઘ યોગમાં પ્રવેશવું પડે છે. (૬) “સજઝાય કરું' નો અર્થ શો લેવો ? (૬) “સજઝાય’ શબ્દ પ્રાકૃત છે. સંસ્કૃત પર્યાયવાચી શબ્દ છે – “સ્વાધ્યાય” સ્વ+અધિ+આય = આ ત્રણ શબ્દોની સંધિ છે. પરમાંથી ખસીને સ્વને લગતું સાધનોને સેવવા અથવા તેનું અધ્યયન કરવું. શ્રુતજ્ઞાનના અધ્યયનને “સ્વ” સાથે લગાડવાની પ્રક્રિયા. (૭) “સામાયિક અને પ્રતિક્રમણ'-આ બંનેમાં વધુ અગત્યનું કર્યું? (૭) છ આવશ્યકો પૈકી દરેક આવશ્યકનું મહત્ત્વ સ્પષ્ટ અને સુરેખ છે. સામાયિકમાંથી માંડી પચ્ચખાણ, એટલે કે બધા જ આવશ્યકો પોતપોતાના સ્થાને મહત્ત્વના છે. સામાયિક એ સંવરગુણની સાધના છે, તો પ્રતિક્રમણ મહદ્ અંશે નિર્જરા તત્ત્વની આરાધના છે. જૈનશાસનની અદ્ભુત રસાયણ જેવી આ પ્રતિક્રમણ ક્રિયા રાગ-દ્વેષ-મોહ નામના ત્રિદોષહારક પત્રાવલિ ૪૩૧ શ્રુતસરિતા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474